Atmadharma magazine - Ank 347
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 41

background image
ભાદરવો : ૨૪૯૮ : આત્મધર્મ : ૭ :
હંસલા તો દૂધ અને પાણીમાંથી ચાંચવડે દૂધને ખેંચી લ્યે, તેમ ધર્મી ચૈતન્ય–હંસલો, તે
ભેદજ્ઞાનરૂપી અતીન્દ્રિય ચાંચવડે વિકારને જુદો કરીને શુદ્ધચૈતન્યતત્ત્વનો સ્વીકાર કરી લ્યે છે કે
અમે તો આવા પૂર્ણાનંદી પરમાત્મતત્ત્વ છીએ. અમારા જ્ઞાનમાં–શ્રદ્ધામાં–અનુભવમાં આવું
પરમતત્ત્વ જ જયવંતપણે બિરાજે છે, વિકારભાવો તો ક્ષયવતં છે–જયવંત નથી. અમારી પર્યાય
અંતરમાં વળી તેમાં વિકારની હયાતી કેવી? એમાં તો અમારું સહજ ઉત્કૃષ્ટ પરિપૂર્ણ એક
ચૈતન્યતત્ત્વ જ વિદ્યમાનપણે જયવંત વર્તે છે.
અહો જીવો! આવા પરમતત્ત્વની આરાધનાનો આ ઉત્તમ અવસર છે.
* ભગવાની ભક્તિ *
બરફ તો ઠંડો.... પણ તે જેમાં રાખ્યો હોય તે વાસણ પણ ઠરીને
ઠંડું થઈ જાય.... તેમ હે પ્રભુ! આપ તો ચૈતન્યના પરમશાંતરસમાં ઠરી
ગયા છો, ને આપ જેમાં રહો તે દેહ પણ જાણે શાંતરસનો પિંડલો હોય–
એવો થઈ ગયો છે.–આપનો દેહ પણ જાણે જગતના શાંતરસના પરમાણું
માંથી બન્યો હોય! અમે ભક્તામરસ્તોત્રમાં કહ્યું છે.
વળી કહે છે કે હે નાથ! હું અલ્પશક્તિવાળો (મતિશ્રુતજ્ઞાનવાળો)
નાનો હોવા છતાં આપ જેવા મહાન કેવળજ્ઞાનીની સ્તુતિ કરવા ઉદ્યત
થયો છું. –આપની સર્વજ્ઞતા પ્રત્યે મને પરમ પ્રેમ છે. અલ્પજ્ઞ હોવા છતાં
સર્વજ્ઞની સ્તુતિ કેમ થઈ શકે? તો કહે છે કે–જેમ મૃગલી પોતાના
બચ્ચાંના પરમપ્રેમને લીધે તેની રક્ષા માટે સિંહની પણ સામે થાય છે....
તેમ અલ્પજ્ઞાન હોવા છતાં હે નાથ! સર્વજ્ઞ પરમપદની અત્યંત પ્રીતિને
લીધે, રાગનો સંબંધ તોડીને જ્ઞાનસ્વભાવના સ્વસંવેદનના બળથી હું
આપની સ્તુતિ કરતો કરતો સર્વજ્ઞપદને સાધું છું. ભલે નાનો, છતાં
સર્વજ્ઞપદના ખોળે બેઠો છું, સર્વજ્ઞનો નંદન અને સર્વજ્ઞનો વારસદાર થયો
છું–એમ ધર્મી નિઃશંકપણે સર્વજ્ઞપદને સાધે છે.