Atmadharma magazine - Ank 347
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 41

background image
ભાદરવો : ૨૪૯૮ : આત્મધર્મ : ૯ :
સમકિતી નાના પુત્ર, પણ તે બધાય
ભગવાનના નંદન છે, તીર્થંકરના પુત્ર છે.
બેન:– ભાઈ, અત્યારે આપણને અહીં
ભગવાન તો નથી દેખાતા, પણ
ભગવાનના પુત્ર દેખાય છે.....
તીર્થંકરભગવાનના લઘુનંદન આપણને
અહીં નજરે દેખાય છે–એ આપણું
મહાન ભાગ્ય છે.
ભાઈ:– વાહ બેન! તારી વાત સાચી! પણ તેની
સફળતા ત્યારે કહેવાય કે, આપણે
તેમની જેમ ભગવાનના પુત્ર થઈએ.
બેન:– ભગવાનના નંદન કેવી રીતે થવાય?
ભાઈ:– સાંભળ! ગુરુદેવ આપણને રોજ
સમજાવે છે કે આત્માને ઓળખો.
આત્માને ઓળખીએ એટલે આપણે
પણ ભગવાનના પુત્ર કહેવાઈએ.
અરિહંતને ઓળખે તે અરિહંતનો
પુત્ર કહેવાય!
બેન:– હા ભાઈ! આપણી આ બાળપોથીમાં
પણ
હરિભાઈએ આપણને
‘વીરનાં સંતાન’ કહ્યા છે!
ભાઈ:– ચાલો, આપણે તે ગીત ગાઈએ–
અમે તો વીર તણાં સંતાન......
અમારે ભણવા જૈનસિદ્ધાંત,
ભણવું–ગણવું અમને વહાલું
ગુરુજી પર છે વહાલ...અમે તો
ભણતાં ભણતાં મોટા થઈશું,
ક ર શું અા ત્ મા નું જ્ઞા ન ;
ઉપકાર એ ગુરુજી તણો છે
વંદીએ વારંવાર.... અમે તો વીરતણાં
ભાઈ:– અહો, આપણે જૈન, એટલે જિનવરનાં
સંતાન કહેવાયા! તો આપણે આત્માને
ઓળખવા રોજ તત્ત્વજ્ઞાનનો અભ્યાસ
કરવો જોઈએ. અને રોજ ભગવાનનાં
દર્શન કરવા જોઈએ.
બેન:– અને રાત્રે કદી ખાવું ન જોઈએ; તથા
સીનેમા જોવી ન જોઈએ, કેમકે તેનાથી
ખોટા સંસ્કાર પડે છે.
આપણે તો નાનકડા સિદ્ધ થવું છે
તેથી આપણું જીવન ઘણું ઊંચું હોવું
જોઈએ.
ભાઈ:– આપણે તો જિનવર ભગવાનના માર્ગે
ચાલનારા છીએ. જિનવરદેવનો માર્ગ
જગતમાં ઘણો ઊંચો છે.
અમે તો જિનવરનાં સંતાન......
જિનવર પંથે વિચરશું.....
અમે તો જિનવરનાં સંતાન....
જિનવર પંથે વિચરશું.....
(ભાઈ–બેન સાથે–)
અમે તો છૈયે છોટા સિદ્ધ......
અમે તો બનશું મોટા સિદ્ધ.....
અમે તો છૈયે છોટા સિદ્ધ......
અમે તો બનશું મોટા સિદ્ધ......
અમને નાનકડા બાળકોને મોટા સિદ્ધ
બનાવનાર જૈનધર્મનો જય હો!
જિનેશ્વરના લઘુનંદન સર્વે સંતોનો જય હો.