Atmadharma magazine - Ank 347
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 41

background image
: ૧૦ : આત્મધર્મ ભાદરવો : ૨૪૯૮ :
અહો, અદ્ભૂત ચૈતન્યસુખ!
* અમારું દિલ હવે ચૈતન્યસુખમાં જ લાગ્યું છે *
પોતાના પરમ આનંદમય આત્મતત્ત્વમાં જેનું ચિત્ત લાગ્યું છે, ચૈતન્યના મહાસુખનો સ્વાદ
જે લઈ રહ્યા છે–એવા ધર્માત્મા જાણે છે કે અહો! અમારું આ તત્ત્વ મહા સુખનિધાન ચૈતન્ય–
ચિંતામણિ છે–તેમાં જ અમારું ચિત્ત લાગ્યું છે; આ ચૈતન્યસુખના સ્વાદ પાસે હવે ક્્યાંય કોઈ
પરભાવમાં અમારું ચિત્ત લાગતું નથી.
પરદ્રવ્યનો આગ્રહ તે તો વિગ્રહનું કારણ છે. ચૈતન્યને ચૂકીને પરદ્રવ્યમાં ચિત્ત જોડતાં તો
રાગ–દ્વેષરૂપ થાય છે અને તેનાથી શરીરરૂપી વિગ્રહ ઉત્પન્ન થાય છે, એટલે કે પરદ્રવ્યની
ભાવનાથી તો જન્મ–મરણ થાય છે. તેથી તેને અમે છોડી દીધો છે, ને અમારું ચિત્ત અમારા જ્ઞાન–
આનંદમય આત્માના અનુભવમાં જોડયું છે. અહા, આ ચૈતન્યના અમૃત પાસે બીજાનો સ્વાદ છૂટી
જાય– એમાં શું આશ્ચર્ય છે! જેમ અમૃતનું ભોજન કરનારા દેવોનું દિલ બીજા તુચ્છ ભોજનમાં
લાગતું નથી, તેમ દેવ જેવો સમ્યગ્દ્રષ્ટિજીવ પોતાના અતીન્દ્રિય ચૈતન્યસુખનો સ્વાદ લેનાર છે, તે
કહે છે કે અહા! આવા ચૈતન્ય–ચિંતામણી સુખને છોડીને પરભાવરૂપી ઝેરમાં હવે અમારું ચિત્ત
લાગતું નથી;–એમાં શું આશ્ચર્ય છે? ધર્મીને માટે એ કાંઈ આર્શ્ચયથી વાત નથી, ધર્મી તો
સહજપણે પરભાવથી ભિન્ન રહેતો થકો ચૈતન્યના સુખને અનુભવે છે. તે ધર્મીની ચેતના
પરભાવથી જુદી ને જુદી રહે છે.
અરે, આવા ચૈતન્યના વીતરાગી સુખ પાસે પુણ્યને પણ છોડવું તે કાંઈ મોટી વાત નથી.
અહા, આત્માના આનંદ પાસે શુભરાગની પુણ્યની કે બાહ્યવિષયોની શી કિંમત છે? અમારું ચિત્ત
અમારી સ્વાનુભૂતિમાં રમી રહ્યું છે, હવે દુનિયાની કોઈ વસ્તુ અમને રમાડી શકે નહિ,–લલચાવી
શકે નહિ. ચૈતન્યસુખનો અત્યંત મધુર સ્વાદ જેણે ચાખ્યો છે એવો ધર્મી જીવ, જ્યારે સ્ત્રી–પુત્ર–
માતા–પિતા–ભાઈ–બેન–શરીર–લક્ષ્મી એ બધાયનો મોહ છોડીને અતીન્દ્રિય આનંદને સાધવા જાય
છે...... ત્યારે માતા–પિતા વગેરેને કહે છે કે હે માતા! મારા ચૈતન્યના આનંદ સિવાય આ
સંસારમાં ક્્યાંય અમારું મન પ્રસન્ન થતું નથી. ક્્યાંય અમારું ચિત્ત ચોટતું નથી....દીક્ષા લઈને
હવે અમે