Atmadharma magazine - Ank 347
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 41

background image
ભાદરવો : ૨૪૯૮ : આત્મધર્મ : ૧૧ :
અમારા ચૈતન્યના આનંદમાં જ રમવા માંગીએ છીએ......માટે હે માતા! રજા આપો! ત્યારે માતા
વગેરે પણ વૈરાગ્યથી કહે છે કે ધન્ય બેટા! તું જે માર્ગે જાય છે....તે માર્ગ પ્રશંસનીય છે, અમારે
પણ તે જ માર્ગે આવવાનું છે.
વાહ રે વાહ! જુઓ તો ખરા ધર્મીના અંતરની દશા! અરેરે, આ ચૈતન્યના સહજ સુખને
ચાખ્યા પછી આ ઘોર સંસારદુઃખને હવે કોણ ઈચ્છે? સ્વભાવની શાંતિની ઠંડકને અનુભવ્યા પછી
પરભાવરૂપ અગ્નિને કોણ ચાહે? અરે જીવો! આત્માના આવા સુખની પ્રતીત કરો..... ઉલ્લાસથી
આવા અતીન્દ્રિય ચૈતન્યસુખનો સ્વીકાર કરો. આવા મોક્ષસુખની શ્રદ્ધા કરશે તેનો બેડો પાર થઈ
જશે.
આત્માના અનુભવમાં થતું આ ચૈતન્યસુખ અચિંત્ય છે,–જેમાં કોઈ રાગ–દ્વેષરૂપ દ્વંદ્વ નથી,
કલેશ નથી, બહારનો કોઈ ઉપદ્રવ નથી; આવું વીતરાગી નિરુપદ્રવ સુખ ઉપમા વગરનું છે.
ચૈતન્યસુખને બીજા કોની ઉપમા આપવી?–જે સુખરૂપે આત્મા પોતે થયો તેને બીજો કોણ ઉપદ્રવ
કરી શકે? અહા, શરીરમાં વીંછી કરડે કે વાઘ ખાઈ જાય તોપણ ચૈતન્યના જે સુખમાં કાંઈ ઉપદ્રવ
ન થાય, બાધા ન આવે, તે સુખની શી વાત? સમ્યગ્દ્રષ્ટિ આઠ વર્ષની બાળા હોય તેને પણ
આવા ચૈતન્યસુખના વેદનપૂર્વક તેની ધૂન ચડી જાય છે...તે મોટી થાય, લગ્ન વગેરે થાય, છતાં
ચૈતન્યનું ભાન અને ચૈતન્યસુખની ધારા તેને છૂટતી નથી. વાહ બેન! ધન્ય તારી દશા! સિદ્ધ
જેવું સુખ તેં તારામાં ચાખી લીધું. આત્માનો સ્વભાવ આવા અનુપમ સુખમય છે, ને તેની
અનુભૂતિ થતાં પર્યાય પણ આવા અનુપમ સુખમય થઈ ગઈ છે. આવા સુખ માટે અંતર્મુખ
થવાનું બતાવે તે જ સમક્તિ–ભાષા છે; બહારમાં ક્્યાંય સુખ બતાવે કે બહિર્મુખ કોઈ ભાવમાં
સુખ કહે તો તે મિથ્યા–ભાષા છે.
શરીરથી ભિન્ન ચૈતન્યના આશ્રયથી તો અશરીરી સિદ્ધપદ થાય છે; ને પરદ્રવ્યના
આગ્રહથી તો વિગ્રહ (રાગ–દ્વેષ અને શરીરને વિગ્રહ કહેવાય છે તે) ઉત્પન્ન થાય છે. અમારું
ચિત્ત ચૈતન્યમાં લાગ્યું, અમે સુખનું વીતરગી અમૃત પીધું, તે સુખ પાસે શુભરાગની વૃત્તિઓ પણ
દુઃખ અને ઝેરરૂપ લાગે છે, તેમાં અમારી પરિણતિ કદી તન્મય શુભરાગની વૃત્તિઓ પણ દુઃખ
અને ઝેરરૂપ લાગે છે, તેમાં અમારી પરિણતિ કદી તન્મય થતી નથી. ચૈતન્યસુખમાં જે પરિણતિ
તન્મય થઈ તે પરિણતિ હવે દુઃખમાં કેમ તન્મય થાય? અહો જીવો! સુખના મહા સમુદ્ર એવા
આત્માની ભાવના કરો....એના અતીન્દ્રિયસુખનો સ્વાદ સ્વાનુભૂતિમાં લ્યો અમને મોક્ષસુખનો
તમારામાં સાક્ષાત્કાર થશે.
[ભાદ્ર સુદ ૮: નિયમસાર કળશ ૧૩૦ના પ્રવચનમાંથી]