: ૧૨ : આત્મધર્મ ભાદરવો : ૨૪૯૮ :
અમે મુિનઅોના િમત્ર છીઅે
ચૈતન્યચમત્કારતત્ત્વમાં જેમણે પોતાનું ચિત્ત જોડયું છે–એવા શ્રી મુનિરાજ શ્રોતાને કહે છે
કે હે મિત્ર, હે સખા! તું પણ મારા આ ઉપદેશના સારને સાંભળીને, તુરત જ ઉગ્રપણે આ
ચૈતન્યચમત્કાર આત્મામાં તારું વલણ કર.
અહા, મુનિઓએ જેને મિત્ર કહીને સંબોધ્યો, તે જીવની શી વાત! મુનિ કહે છે કે હે
સખા! મોક્ષમાં તું પણ અમારી સાથે ચાલને! અમે ચમત્કારી ચૈતન્યતત્ત્વમાં અમારું ચિત્ત જોડયું
છે, ને તું પણ તારું ચિત્ત ચૈતન્યમાં જોડીને અમારી સાથે મોક્ષમાં આવ.
જુઓ, ચૈતન્યતત્ત્વને સાંળળીને તેમાં ચિત્ત જોડવું–તે જ મુનિરાજના ઉપદેશનો સાર છે, તે
જ ભગવાન ઉપદેશનો સાર છે, ને તે જ કરવા જેવું કાર્ય છે.
‘વાહ! મુનિઓએ અમને મિત્ર કહ્યા!’ –ધર્મી પ્રમોદથી કહે છે કે અહો! સંસારની મૈત્રી
છોડીને અમે તો મુનિઓના મિત્ર થયા; રાગની રુચિવાળો જીવ તો સંસારનો મિત્ર છે, તે
મોક્ષમાર્ગી મુનિઓનો મિત્ર નથી, એટલે કે તે મોક્ષમાર્ગમાં નથી. ચૈતન્યમાં ચિત્ત જોડીને જેણે
સમ્યગ્દર્શન કર્યું છે તે જીવ મોક્ષમાર્ગમાં ચાલનારો છે, તેથી તે મોક્ષમાર્ગી મુનિઓનો મિત્ર છે.
અહીં મુનિરાજ તેને ‘સખા’ કહીને બોલાવે છે.
અરે જીવ! તારે મુનિઓનો મિત્ર થવું હોય, પંચપરમેષ્ઠીના પંથે આવવું હોય તો તું શીઘ્ર
રાગાદિની રુચિ છોડીને, તારા પરમ ચિદાનંદતત્ત્વમાં તારું ચિત્ત જોડ! કેમકે મુનિઓ તો પોતાનું
ચિત્ત ચૈતન્યતત્ત્વમાં જ જોડનારા છે,–માટે તું પણ તેમ કર...... શીઘ્ર તારું ચિત્ત ચૈતન્યમાં જોડ....
ને મુનિઓનો મિત્ર થા.....
અરે, અમૃતસ્વરૂપ આત્મા, તેમાં ચિત્તને જોડીને મુનિઓ તો આનંદના અમૃત પીએ છે,
બીજા જીવોને પણ સંબોધે છે કે હે ભવ્ય! હે સખા! અમારી જેમ તું પણ અંતર્મુખ થઈને
આનંદના અમૃતનું પાન કર! તું પણ અમારી સાથે મોક્ષમાં ચાલ! આવો અપૂર્વ ઉપદેશ
સાંભળીને જેણે ચૈતન્યમાં ચિત્ત જોડયું તે મુનિઓનો મિત્ર છે.....તે પણ મુનિઓના પગલેપગલે
મોક્ષમાર્ગે જઈ રહ્યો છે.
અહા, આત્માના આનંદસ્વભાવનો આવો સરસ ઉપદેશ અમારી પાસેથી તને સાંભળવા
મળ્યો, તો હે ભાઈ! હે સખા! હે મિત્ર! સંસારના ઝેર જેવા વિષયોમાં હવે ચિત્ત કોણ જોડે? એને
શીઘ્ર વોસરાવીને, તારા ચિદાનંદસ્વરૂપમાં જ તારું ચિત્ત જોડ! એક ચૈતન્યનું જ અવલંબન કરીને
અન્ય સર્વે પરભાવોનું આલંબન છોડ...ને આનંદ–પરિણતિ વડે અમારી સાથે સાથે તું પણ
મોક્ષમાં આવ.
[આ નિયમસાર કળશ ૧૩૩ ઉપરના ભાવભીના પ્રવચન ઉપરથી બનાવેલું કાવ્ય આપ સામે
પાને વાંચશો–]