Atmadharma magazine - Ank 347
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 41

background image
ભાદરવો : ૨૪૯૮ : આત્મધર્મ : ૧૩ :
સંતોની સાથે મોક્ષમાં જઈએ છીએ
[અહો, સન્તો કેવા વહાલથી શિષ્યજનોને પોતાની સાથે મોક્ષમાં લઈ જાય છે! એ વાત
નિયમસાર કલશ ૧૩૩ ઉપરના પ્રવચનમાં ગુરુદેવે બતાવી..... તે પ્રવચન આપે વાંચ્યું; હવે એ
ભાવભીનાં પ્રચવન ઉપરથી બનાવેલું કાવ્ય વાંચતાં પણ આપને આનંદ થશે. –બ્ર. હ. જૈન)
(સહજ ગુણઆગરો..... એ રાગ)
આચાર્યદેવ કહે છે કે–
હે સખા! ચાલને..... મારી સાથ મોક્ષમાં,
છોડ પરભાવને....ઝુૂલ આનંદમાં.....
નિજ સાથ મોક્ષમાં લઈ જવા ભવ્યને,
શ્રી મુનિરાજ સંબોધતા વ્હાલથી..... હે સખા!
સાંભળી બુદ્ધિને વાળીને અંતરે,
મગ્ન થા પ્રેમથી સુખના સાગરે;
નિજ સ્વ–રૂપને એકને ગ્રહ તું,
એ જ આગમ તણા મર્મનો સાર છે..... હે સખા!
સૂજ્ઞ પુરુષ તો સૂણી આ શિખને,
હર્ષથી ઉલ્લસી છોડે પર ભાવને;
પરમાનંદ–ભરપૂર નિજ પદ ગ્રહી,
શુદ્ધ સ્વરૂપમાં વેગથી તે વળે...... હે સખા!
અમે જશું મોક્ષમાં, કેમ તને છોડશું?
આવજે મોક્ષમાં તુંય અમ સાથમાં.....
ભવ્ય! નિજ પદને સાધજે ભાવથી,
શિખ આ સંતની શીઘ્ર તું માનજે...... હે સખા!
તીર્થપતિ મોક્ષમાં જાય છે જે ભવે,
ગણપતિ પણ જરૂર જાય છે તે ભવે;
શિષ્ય એ સંતના રત્નત્રય સાધીને......
સંતની સાથમાં મોક્ષમાં જાય છે...... હે સખા!