Atmadharma magazine - Ank 347
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 41

background image
: ૧૪ : આત્મધર્મ ભાદરવો : ૨૪૯૮ :
ધર્માત્માની અદ્ભુત મહિમાવંત આત્મદશા

જૈનશાસનમાં ધર્માત્માને ઓળખવાની રીતે કોઈ અનોખી છે...
આચાર્યપ્રભુ કહે છે કે હે જીવ! પૂર્વે તને તારો એકત્વસ્વભાવ
ઓળખતાં આવડયું નથી, અને આત્માને જાણનારા જ્ઞાનીઓની સેવા
કરતાં પણ તને સાચી રીતે આવડયું નથી. સમયસારમાં જ્ઞાનીને
ઓળખવાની જે અદ્ભુત રીત આચાર્યદેવે દેખાડી છે –તે રીત ગુરુદેવ
આપણને સમજાવે છે....ને જ્ઞાનીની સાચી સેવા કરીને આત્મહિત
સાધતાં શીખડાવે છે. તે શ્રાવણ વદ બીજની આસપાસનાં આ
પ્રવચનોમાં વાંચીને મુમુક્ષુઓને પ્રસન્નતા થશે. (સં.)
ધર્માત્મા અતીન્દ્રિય આનંદના રસિલા છે, સંસારમાં બીજા કોઈ પદાર્થનો રસ એને નથી.
ચૈતન્યના આવા રસ વડે હે જીવ! તું તારી શુદ્ધ પરિણતિનો રક્ષક થા.
અહો, નિર્વિકલ્પ આરાધના..... તેમાં પોતાના પરમ ચૈતન્યભાવનું જ વેદન છે; વિકલ્પનું
વેદન તેમાં નથી.
ધર્મીને પરમઆનંદના નાથ ચૈતન્યપ્રભુનો પોતામાં ભેટો થયો છે; હું પોતે જ આવો
ચૈતન્યપ્રભુ છું–એમ તે અનુભવે છે.
સમ્યગ્દર્શન સદાય પોતાના પરમ ચૈતન્યતત્ત્વમાં સર્વથા અંતર્મુખ વર્તે છે; પરભાવોથી તે
વિમુખ છે.
આરાધકના પરિણામની ધારા ચૈતન્યમાં સદા અંતર્મુખ વર્તે છે, તેની નિર્મળ પર્યાયની સંતતી
અતૂટ ધારાવાહી વર્તે છે.
સર્વજ્ઞપરમાત્માએ જેવો આત્મા દેખ્યો છે તેવો જ આત્મા ધર્મીએ પોતાના અંતરમાં દેખ્યો છે.
સર્વજ્ઞના શુદ્ધ આત્મામાં ને મારા શુદ્ધઆત્મામાં કાંઈ ફેર નથી, એમ ધર્મીને સ્વાનુભૂતિપૂર્વક
સાચી શ્રદ્ધા છે.