ભાદરવો : ૨૪૯૮ : આત્મધર્મ : ૧૫ :
ભવના અંતને માટે સાધક સંત એમ કહે છે કે તારા પરમાત્મતત્ત્વમાં અંતર્મુખ પરિણતિ
કર..... તેમાં ભવ નથી. ધર્મીની પરિણતિ ભવના વનથી બહાર નીકળી ગઈ છે.
અરેરે, આ ભવ અને શરીરના બોજા ધારણ કરવા તે તો જીવને કલંક છે. તેનાથી જુદો પડીને
ધર્મી જીવ ચૈતન્યપરિણતિરૂપે ધારાવાહી પરિણમે છે, તે ભવ–કલંકથી છૂટયો છે, ને
મોક્ષમાર્ગમાં શોભે છે.
અહો, આત્મચીજ અંતરમાં પ્રગટ્યા વગર જીવને શાંતિ કે ધર્મ ક્્યાંથી થાય?
આત્મા અનંત આનંદધામ ભગવાન અંદર બિરાજે છે, તેને દેખો; બહારથી શરીરને ન દેખો,
રાગને ન દેખો. તે બધાથી પાર ચૈતન્યને અંદર દેખો.
આવા ચૈતન્ય એકદમ અંતર્મુખ થઈને ઉત્સાહથી તેની આરાધના તમે કરો....ને બીજાને પણ
તેની આરાધના કરવાનું કહો....અનુમોદો.–એ જ ખરૂં જીવન છે.
અહો, આવા ચૈતન્યની આરાધના....તેનાથી ઊંચુ આ જગતમાં કાંઈ નથી. આવી આરાધના
એ જ ભગવંતોની કૃપા અને પ્રસન્નતા છે.
ધર્મીને અસંખ્ય પ્રદેશમાં આરાધનાની એવી પ્રસન્નતા છે કે બહારમાં ક્્યાંય ચેન પડતું નથી.
તે અંદરનો ઉદ્યમી છે ને બહારનો આળસી છે.
ધર્મીને પોતાના અંતરમાં ચૈતન્યની આનંદમય રિદ્ધિ–સિદ્ધિ સદાય વૃદ્ધિગત છે; તે
પરમાત્માનો દાસ ને જગતથી ઉદાસ છે.–આવા ધર્માત્મા અંતરના લક્ષવડે સદાય સુખિયા છે.
અરે જીવ! તારો ઉત્સાહ ક્્યાં કામ કરે છે! ચૈતન્યમાં તારો ઉત્સાહ કામ કરે છે, કે રાગમાં
તારો ઉત્સાહ કામ કર છે? બહારનો તારો ઉત્સાહ તને ચૈતન્યની અંદર કેમ વળવા દેશે?
પોતાના ચૈતન્યના અચિંત્ય મહિમા પ્રત્યેના ઉલ્લાસમાં ધર્મીને રાગના કોઈ અંશનો ઉત્સાહ
નથી; તેનાથી તો તેની ચેતના ઉદાસ છે–એ ધર્મીનું લક્ષણ છે.
હે ભાઈ, આનંદના વેદનસહિત આત્માનું આરાધન કર, તેમાં જ તારા સ્વકાર્યની સિદ્ધિ છે.
એ સિવાયના બીજા બધા કાર્યોને તો ધર્મીજીવ અકાર્ય સમજે છે.
શાંત–ચૈતન્યરસથી ભરેલ તારી નિર્મળ પર્યાયરૂપી કળશવડે તું તારા આત્માનો અભિષેક
કરીને પરભાવરૂપી મેલને ધોઈ નાંખ.