: ૧૬ : આત્મધર્મ ભાદરવો : ૨૪૯૮ :
અહો, પરમાત્માની સેવા તો આવા આત્માની ઓળખાણ વડે થાય છે. રાગવડે તેની સેવા
થતી નથી. રાગ તો અપરાધ છે.
બાપુ! તારા શાંતરસના સમુદ્રમાં ડુબકી મારીને સ્નાન કરને! તેમાં ડુબકી મારતાં તારા બધા
રાગાદિ અપરાધ ને કલંક ઘોવાઈ જશે. ચૈતન્યમાં કલંક કેવું?
પંચપરમેષ્ઠી ભગવંતો પરમ શુદ્ધોપયોગવડે ચૈતન્યમાં અંતર્લીન વર્તતા થકા સાક્ષાત્ મોક્ષની
આરાધી રહ્યા છે.
––હું પણ, અંતર્મુખ આરાધનાવડે ચૈતન્યને અનુભવતો થકો પંચપરમેષ્ઠીની પંકિતમાં આવ્યો
છું–એમ ધર્મી જાણે છે.
અરે, દુનિયા દુનિયા પાસે રહી, મારે દુનિયાનું શું કામ છે? મારી વસ્તુ તો મારામાં મારી પાસે
છે, ને મારા સ્પષ્ટ અનુભવમાં આવે છે.–પછી દુનિયા બીજું બોલે તેથી કાંઈ મારી વસ્તુ
અન્યથા થઈ જવાની નથી.
રાગ રાગમાં રહ્યો, મારી ચૈતન્યવસ્તુમાં રાગનો કોઈ અંશ નથી. રાગ રાગરૂપે રહ્યો છે, તે
ચૈતન્યપણે થતો નથી; ચૈતન્યભાવ ચૈતન્યપણે જ વર્તે છે, તે રાગથી જુદો જ છે, રાગને
ચેતના સાથે કદી તન્મયતા નથી. –પ્રજ્ઞા વડે આવું ભેદજ્ઞાન થાય છે.
લોકો બહાર જિનમંદિરમાં દેવને દેખે છે પણ અંદર તનમંદિરમાં પોતે ચૈતન્યદેવ બિરાજે છે
તેને દેખતા નથી. જિનમંદિરમાં જેની સ્થાપના છે એવા જિનદેવ તેમના જેવો જ હું છું–એમ
જ્ઞાની તો પોતાના આત્માને દેવપણે દેખીને તેની આરાધના કરે છે.
અહા, આવો સર્વજ્ઞસ્વભાવી જિન હું પોતે છું એમ જે નથી માનતો, નથી જાણતો, ને નથી
અનુભવતો, તે જીવ આત્માને જ ખરેખર માનતો નથી, સર્વજ્ઞ વીતરાગમાર્ગનો સ્વીકાર તેણે
કર્યો નથી.
અહો, સર્વજ્ઞનો પંથ એટલે નિજસ્વરૂપની અનુભૂતિનો પંથ.–એ તો અંતરના મારગડા છે.
રાગાદિ ભાવો ચૈતન્યની અનુભૂતિથી બહાર છે, અને ચૈતન્યની અનુભૂતિથી ભિન્ન છે માટે
પુદ્ગલમય છે. જેટલી ચેતનમય અનુભૂતિ છે તેટલો જ આત્મા છે.