Atmadharma magazine - Ank 347
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 41

background image
ભાદરવો : ૨૪૯૮ : આત્મધર્મ : ૧૭ :
રાગાદિના જ વેદનમાં જે ઊભો છે તે કાંઈ રાગને પોતાની અનુભૂતિથી ભિન્ન જાણી શકતો
નથી.
રાગાદિને અનુભૂતિથી ભિન્ન ખરેખર તે જ જાણી શકે કે જેણે રાગથી ભિન્ન ચૈતન્યની
અનુભૂતિ કરી હોય.–આવી અનુભૂતિ વગર રાગથી ભિન્નપણું જાણી શકાય નહીં.
અનુભૂતિ તે પર્યાય છે,–સ્વભાવ સાથે અભેદ થયેલી તે પર્યાય રાગાદિથી અત્યંત જુદી છે.
ચૈતન્યના અનુભવમાં વળેલી પરિણતિ, તેનાથી બહાર સર્વે રાગાદિ ભાવો છે; માટે અંતરની
અનુભૂતિમાં ચૈતન્યને દેખનાર જીવને તે રાગાદિ કોઈ ભાવો પોતામાં દેખાતા નથી.–આવી
અનુભૂતિ તે જિનમાર્ગ છે.
અહો, આવા માર્ગનો એક અંશ પણ જ્યાં અનુભવમાં આવ્યો, ત્યાં અનંત અનંત દુઃખથી
ભરેલા ભવના સમુદ્રને જીવ ઓળંગી ગયો, ને મોક્ષના કિનારે આવી ગયો. તે જિનનો નંદન
થયો.....
એ ધર્મી જીવ અનુભૂતિનું કથન કરે ત્યાં જાણે ભગવાન એના અંતરમાં બેસીને બોલતા
હોય!–એમ અવિરુદ્ધ અલૌકિક વર્ણન આવે છે.
અંતર્મુખ થઈને શુદ્ધ આત્માની આરાધના તે ધર્માત્માનો આચાર છે, તે સિવાયનું બીજું
બધુંય અનાચાર છે.
સમ્યગ્દર્શન પોતાના ભગવાન આત્માને અંતરમાં દેખીને તેને જ આરાધે છે, પરભાવના કોઈ
અંશને પણ તે આરાધતું નથી.
અરે, આત્માની અનુભૂતિ, આત્માની આરાધના–એ તે કાંઈ સાધારણ ચીજ છે! પરથી પરમ
ઉપેક્ષા કરીને પરિણતિ ચૈતન્યતત્ત્વમાં એકદમ અંતર્મુખપણે એકાકાર થઈ ત્યારે આત્માની
અનુભુતિ થઈ; તે જીવ આરાધક થયો, તેણે પરમઆનંદરૂપી શમજળ વડે પોતાના આત્માનો
અભિષેક કર્યો.
આવા આરાધક જીવને સાથે રાગાદિભાવો હોય, તે કાંઈ આરાધનામાં પ્રવેશતા નથી, તે તો
પરમાત્મતત્ત્વથી બહાર છે, તેથી તેને અનાચાર કહ્યા છે. એકકાળે વર્તતા હોવા છતાં તે
પરભાવો સાથે ધર્મીની ચેતનાને એકપણું નથી, અત્યંત જુદાપણું છે.