કઠણ ન કહો..... આ તો ભગવાને કહેલું પરમ સત્ય અને તારાથી થઈ શકે તેવું છે. ભલે
ગૃહસ્થપણામાં હો–છતાં તેનેય અંદર આત્મા છે ને! પોતાના આત્માની આરાધના તે પણ કરી
શકે છે. આવા કઠણ પંચમકાળમાં જન્મીને પણ જેણે આત્માની આરાધના કરી લીધી તે જીવ
ખરેખર ધન્ય છે.
અમારા આત્મામાં આનંદની લીનતારૂપ જેટલી આરાધના વર્તે છે તે જ અમારો પરમાર્થ
આચાર છે; એનાથી વિરુદ્ધના બધાય શુભ ભાવો પણ અનાચાર છે.
ચૈતન્યવિલાસની પરિણતિ કર, ને સહજવૈરાગ્યભાવનારૂપ પરમ ઉપેક્ષાસંયમને ધારણ કર.
આનંદની અનુભૂતિના ઘડા ભરી ભરીને તારા આત્માને સ્નાન કરાવ. બીજી બધી લૌકિક
વિકલ્પજાળનું તારે શું કામ છે?
મુનિઓને શુભરાગ વખતે જે વ્યવહાર આચાર કહ્યા, તેને જ વીતરાગી સ્થિરતાઅપેક્ષાએ
અનાચાર કહ્યા; પરમાર્થ આચારમાં સ્થિરતાં થતાં તે વ્યવહારઆચાર છૂટી ગયા, એટલે કે
અનાચાર છૂટી ગયા ને પરમાર્થઆચારમાં સ્થિરતા થઈ.–આવો જીવ મોક્ષનો આરાધક છે.
(વ્યવહારના કાળે પણ તેને અંદર રાગથી જુદી જેટલી વીતરાગપરિણતિ છે તેટલી આરાધના
છે.)
પ્રગટ્યો નથી, પણ શ્રદ્ધામાં બરાબર આવી ગયું છે કે મારા શુદ્ધ ચૈતન્યમાં સ્થિરતારૂપ
આચાર સિવાયના બધા બાહ્યભાવો તે ખરેખર અનાચર છે–છોડવા જેવા છે. જેટલી
વીતરાગતા થઈ છે તેટલો જ સમ્યક્આચાર છે.
નથી.–આમ અંતરની અનુભૂતિમાં આનંદરસના ફૂવારા ઊછળે છે–તેના વડે હું મારા
આત્માનો અભિષેક કરું છું.