Atmadharma magazine - Ank 347
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 41

background image
ભાદરવો : ૨૪૯૮ : આત્મધર્મ : ૧૯ :
જુઓ, આ ધર્માત્માનો આનંદનો અભિષેક! અમૃતનો મહા સમુદ્ર–તેમાંથી પર્યાયના કળશમાં
શાંતરસ ભરી ભરીને આનંદભક્તિપૂર્વક તે સ્નાન કરે છે. વાહ રે વાહ! ધન્ય તારો આત્મા!
ને ધન્ય તારો અવતાર!
પ્રવચનમાં બરાબર પ૯ મી મિનિટે, પ૯ મી જયંતિ બાબતમાં ગુરુદેવે પ્રમોદથી કહ્યું કે આજે
તો બેનનો જન્મદિવસ છે. અહો! બેનનો આત્મા મંગળ છે. તેઓ તો ધર્મનાં રત્ન છે;
બહેનોનાં મહાન ભાગ્ય છે કે આવા આત્મા બહેનોમાં પાકયા!
(આમ પ્રસન્નતાના વાતાવરણ વચ્ચે પ્રવચન પૂર્ણ થયું.)
વાહ રે વાહ, શાંત ચૈતન્યધામ!
અહો, ઉત્કૃષ્ટ શાંતિનું ધામ, અનંત સુખનું ધામ, એવું મારું આ
ચૈતન્યઘર! તે શુદ્ધરત્નત્રયનાં મહાન નિધાન વડે શોભતું છે; તેમાં કોઈ વિપદા
નથી, કોઈનો ટેકો નથી. અહા, કુંદકુંદાચાર્યદેવ વગેરે વીતરાગીસંતો નિજસ્વરૂપના
આનંદની મસ્તીમાં ઝૂલતાં–ઝૂલતાં કહે છે કે, હે ભવ્ય! મોક્ષને માટે તારા
આત્માને તારી અતિ અપૂર્વ વીતરાગ ચૈતન્યપરિણતિમાં જોડ. આવી નિર્વિકલ્પ
ચૈતન્યવિલાસરૂપ રત્નત્રયપરિણતિમાં આત્માને જોડીને, એટલે કે આત્માને તે–
રૂપ પરિણમાવીને ભગવાન મહાવીર મોક્ષપદને પામ્યા. માટે હે જીવ! તું પણ
તારા આત્માને રત્નત્રયપરિણતિમાં જોડ.
અહા, આનંદમય શાંત ચૈતન્યધામ! તેમાં વિકલ્પનો શોરબકોર કેવો?
શાંતિના દરિયામાં અશાંતિ કેવી? અહા, શાંતરસમાં લીન તે ભગવંતો સર્વ
આત્મપ્રદેશે અત્યંત આનંદરૂપી પરમ સુધારસના પાનથી પરિતૃપ્ત થયા.
સમ્યગ્દર્શન થયું ત્યારે પણ આત્મા સર્વપ્રદેશે આનંદમય પરમ સુધારસના પાનથી
તૃપ્ત–તૃપ્ત થયો છે..... ને તેના ફળમાં મોક્ષનો મહા આનંદ પ્રાપ્ત થવાનો છે.