Atmadharma magazine - Ank 347
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 27 of 41

background image
: ૨૦ : આત્મધર્મ ભાદરવો : ૨૪૯૮ :
I પરમ શુદ્ધાત્મ – પ્રકાશક પંચરત્ન I
નયમિસારમાં ૭૭ થી ૮૧ સુધીની પાંચ ગાથાને પંચરત્નો
કહ્યાં છે; કુંદકુંદપ્રભુએ આ પાંચરત્નો દ્વારા પરમ ચૈતન્યતત્ત્વને
પ્રકાશિત કર્યું છે. શુદ્ધાત્મસન્મુખ નિર્મળ પરિણતિરૂપે–પરિણમેલો
જીવ પોતાને કેવો અનુભવે છે તેનું અદ્ભુત ચૈતન્યસ્પર્શી વર્ણન આ
ગાથાના પ્રચવનોમાં ગુરુદેવે કર્યું છે. અહા, ધર્માત્માની અનુભૂતિ
કેટલી ઊંડી ને કેટલી ગંભીર છે! –એને લક્ષગત કરવા માટે તો અંદર
ચૈતન્યના પાતાળમાં પ્રવેશવું જોઈએ. એ અનુભુતિ મુમુક્ષુને પરમ
આહ્લાદ આપનારી છે.
શુદ્ધ પરમાત્મતત્ત્વમાં જેની પર્યાય ઢળી ગઈ છે તે ધર્મી જીવ પોતાના આત્માને કેવો
અનુભવે છે તેનું આ વર્ણન છે. અંતરમાં જેની પર્યાય ઢળીને અભેદ થઈ છે તે પોતાના આત્માને
એવો અનુભવે છે કે હું સત્તા–અવબોધ–પરમચૈતન્ય અને સુખની અનુભૂતિમાં લીન છું, એનાથી
બહારના કોઈ ભાવો હું નથી. નારકાદિ કે ક્રોધાદિ કોઈ વિભાવપર્યાયોરૂપે હું થતો નથી. સહજ
ચૈતન્યના વિલાસસ્વરૂપે જ હું મને અનુભવું છું, મારા આવા આત્માને જ હું ધ્યાવું છું–ભાવું છું.
‘ભાવવું’ તેમાં વિકલ્પ નથી, પણ તેની સન્મુખ એકાગ્ર થઈને ભાવવું–પરિણમવું તે ભાવના છે;
એટલે તેમાં દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણે અભેદ સમાઈ જાય છે.–આવી અભેદ ભાવનાનું નામ
પરમાર્થપ્રતિક્રમણ છે; તે જીવ આવા આત્માની ભાવના વડે પરભાવોથી પાછો વળી ગયો, એટલે
તેને પરભાવોનું પ્રતિક્રમણ થઈ ગયું. આત્માના સ્વભાવમાં એકાગ્રતારૂપ આવી ભાવના વગર
પરભાવોથી સાચું પ્રતિક્રમણ થાય નહીં.
ધર્મી એમ અનુભવે છે કે સહજ પરમ તત્ત્વમાં ઢળેલી મારી ચેતનામાં મોહ–રાગ–દ્વેષાદિ
ભાવો નથી, તેથી તેના ફળરૂપ નરકાદિ ચારગતિ પણ મને નથી; મારી પરિણતિ સંસારના
કલેશથી છૂટીને આનંદધામમાં ઘૂસી ગઈ છે એટલે આનંદ–