કેવા? અરે! જેને આવી પરિણતિ થઈ તે દુનિયા સામે જોવા રોકાતો નથી. દુનિયા તો ગમે તેમ
બોલશે..... હું તો મારા ચૈતન્યના આશ્રયે મારી આનંદદશામાં પરિણમી રહ્યો છું. બળીયા એવા
મારા આત્માની બાંહ્ય મેં ઝાલી છે, હવે મને શી ચિંતા છે? આવી ચૈતન્યપરિણતિને કરનારો હું
સંસારના કારણરૂપ ક્રોધાદિ કોઈ ભાવોને કરતો નથી, વિભાવનું કર્તૃત્વ મારામાં છે જ નહિ. –
આવું સહજ પરિણમન ધર્મીને વર્તે છે. જ્ઞાનરત્ન એને પ્રગટયાં છે; શ્રદ્ધારત્ન–જ્ઞાનરત્ન–
આનંદરત્ન એમ અનંત ગુણરત્નો એની પર્યાયમાં ઝળકી રહ્યા છે.–વાહ!
કોઈ શુભાશુભ વિભાવો નથી; ૧૪ માર્ગણાસ્થાનો–ગુણસ્થાનો કે જીવસ્થાનોના ભેદ–વિકલ્પો પણ
તે પરમ તત્ત્વના અનુભવમાં નથી. તે બધાથી પાર એકલી ચૈતન્યઅનુભૂતિ વડે અનુભવાતું પરમ
તત્ત્વ હું છું. અહો, આવા શાંતરસમય મારું આત્મતત્ત્વ અને તેમાં સન્મુખ થયેલી મારી પરિણતિ–
તેમાં ક્્યાંય સંસારનો કોલાહલ ક્્યાં છે? સંસારના કલેશમય કોલાહલથી મારું તત્ત્વ અત્યંત દૂર
છે આમ ધર્મી પોતાના અંર્તતત્ત્વરૂપ ચૈતન્યતત્ત્વને અનુભવે છે. બધા પરભાવો તેની
અનુભૂતિથી બહાર છે.
હું નથી, તેનો કરાવનાર કે અનુમોદનાર પણ હું નથી. એક સહજ પરમસ્વભાવ જ હું છું–એમ
શુદ્ધનિશ્ચયનય દેખે છે. શુદ્ધનિશ્ચયનય અને તેનો વિષય અભેદ છે, તેમાં ભેદ રહેતો નથી, વિકલ્પ
રહેતો નથી. શુદ્ધનયવડે આવા અભેદ આત્માની અનુભૂતિ કરવી તે જ પરમ શાંતિરૂપ મોક્ષનો
માર્ગ છે.
ધર્મીને અંતરમાં આવો માર્ગ ખૂલી ગયો છે. મોક્ષના મહાસુખને ચાખતો–ચાખતો તે મોક્ષના માર્ગે
જઈ રહ્યો છે. ધન્ય માર્ગ! ધન્ય ચાલનાર! બહારમાં ક્્યાંય માર્ગ નથી.