Atmadharma magazine - Ank 347
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 29 of 41

background image
: ૨૨ : આત્મધર્મ ભાદરવો : ૨૪૯૮ :
પ્રશ્ન:– આવો માર્ગ અમારાથી કેમ થાય?
ઉત્તર:– ભાઈ! અંતરમાં આવા માર્ગનો અનુભવ કરી કરીને અનંતા જીવો મોક્ષમાં ગયા
છે, ને જગતમાં અસંખ્યાતા જીવો અત્યારે પણ આવા માર્ગને સાધી જ રહ્યા છે; એટલે આત્માથી
ન થઈ શકે એવો કાંઈ આ માર્ગ નથી, પણ જીવથી થઈ શકે તેવો આ માર્ગ છે. જે જીવ આવા
માર્ગમાં આવ્યો તેને પોતાના મોક્ષ માટે નિઃશંકતા થઈ જાય છે, તેને મોક્ષના મહાસુખનો નમુનો
અત્યારે જ આત્મામાં આવી જાય છે.
હું ચૈતન્યસ્વભાવથી શોભતા ભગવાનના દરબારમાં પેઠો ત્યાં નરકાદિને યોગ્ય
ઉદયભાવો મારામાં કેવા? મારા ચૈતન્યભગવાનમાં કોઈ ઉદયભાવોનો પ્રવેશ નથી.–આવી
અનુભૂતિ ધર્મીને થઈ છે.
જેની પરિણતિ અંર્તસ્વભાવમાં પરિણમી ગઈ છે ને ઉદયભાવથી જુદી પડી છે એવા
જીવનની આ વાત છે. તે જીવ એમ અનુભવે છે કે રાગાદિ સમસ્ત પરભાવો મારા ચૈતન્યની
અનુભૂતિમાં નથી. વ્યવહારમાં તે ભલે હો, પણ મારી અનુભૂતિથી તો તે બહાર છે. અહા,
ચૈતન્યની અનુભૂતિમાં ભવનો ભાવ કેમ હોય? આનંદના દરિયામાં ડુબકી મારી તેમાં દુઃખ
કેમ હોય?
ગુણભક્તિ
પ્રશ્ન:– સાચી ભક્તિ કઈ?
ઉત્તર:– જેનાથી પોતાના આત્માને
ગુણનો લાભ થાય–એ જ સાચી ભક્તિ. જેની
ભક્તિ કરવામાં આવે છે તે ગુણીજનના
ગુણોને ઓળખીને, તેવા ગુણોનો અંશ
પોતામાં પ્રગટ કરવો તે સાચી ભક્તિ છે.
–અને આ સાચી ભક્તિ એવી છે કે
એક ગુણીજનની ભક્તિ કરતાં તેમાં અનંતા
ગુણીજનોની ભક્તિ એક સાથે થઈ જાય છે.
આવી ગુણભક્તિ તે આત્મગુણના લાભનું
કારણ છે.
ચાર ટૂચકા
જ્ઞાનસ્વરૂપે આત્મા ગા,
સુખ ચાહે તો અંદર જા.
આત્મભાવ તો ગમે ગમે,
નિજાનંદમાં ર મે રમે.
જ્ઞાનચેતના જાગી છે,
દુખદશા દૂર ભાગી છે.
અનુભવી હું આતમરામ,
સંસારમાં છે કોનું કામ?