Atmadharma magazine - Ank 347
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 30 of 41

background image
ભાદરવો : ૨૪૯૮ : આત્મધર્મ : ૨૩ :
• સુવર્ણપુરીના વિવિધ સમાચાર •
તીર્થધામ સોનગઢ એટલે મંગલ–મહોત્સવનું ધામ!–જયાં ગુરુપ્રતાપે નિત–નિત નવા
મહોત્સવ થયા કરે છે. તેમાં શ્રાવણ અને ભાદરવો માસ એટલે તો જાણે જ્ઞાન–ભક્તિનો ધાર્મિક
મેળો! એકકોર શિક્ષણવર્ગ, બીજીકોર શ્રાવણબીજનો ઉત્સવ, ત્રીજીકોર મંગલપર્યુષણની
આરાધના....એ બધાના સુમેળ ઉપરાંત ગુરુદેવના શ્રીમુખથી સમયસાર–નિયમસાર ઉપર
અધ્યાત્મરસની ધોધમાર વૃષ્ટિ.....ને જિનમંદિરમાં પૂજન–ભક્તિનો ઉમંગ....એમ સર્વત્ર ધાર્મિક
વાતાવરણ છવાયેલું હોય ને દેશભરમાંથી સાધર્મીઓનાં ટોળેટોળાં તેમાં ઉમંગપૂર્વક ભાગ લઈ
રહ્યા હોય–તે બધા દ્રશ્યો નજરે દેખીને મુમુક્ષુનું ચિત્ત પ્રસન્ન થાય છે..... ત્યારે દૂર વસતા
મુમુક્ષુઓનું દિલ પણ સોનગઢના સમાચારો જાણવા હંમેશાં આતુર હોય છે.
સોનગઢમાં પૂજ્ય ગુરુદેવ સુખ–શાંતિમાં બિરાજી રહ્યા છે. તેઓશ્રીની તબીયત બરાબર
સારી છે. હંમેશાં બંને વખત ચૈતન્યમસ્તીથી ભરપૂર પ્રવચનો, ભક્તિ, રાત્રિચર્ચા, વગેરે બધા
કાર્યક્રમો ઉપરાંત તેઓશ્રી બપોરે પણ નિવૃત્તિથી ત્રણેક કલાક એકાંતમાં સ્વાધ્યાય કરે છે.
સ્વાધ્યાયની નવીનવી પ્રસાદી ઘણીવાર મુમુક્ષુઓને પણ પીરસે છે. પ્રવચનમાં ચૈતન્યમસ્તી વધુ
ને વધુ ખીલતી જાય છે. સવારે નિયમસારમાં પણ પીરસે છે. પ્રવચનમાં ચૈતન્યમસ્તી વધુ ને વધુ
ખીલતી જાય છે. સવારે નિયમસારમાં નિશ્ચય પ્રત્યાખ્યાન અધિકાર અને બપોરે સમયસારમાં
કર્તાકર્મ–અધિકાર ઉપર પ્રવચનો ચાલે છે. બપોરના સમયે એકાંતમાં ગુરુદેવ હાલમાં
ષટ્ખંડાગમ–સિદ્ધાંતનું અવલોકન કરી રહ્યા છે.
શ્રાવણમાસમાં જૈનદર્શન શિક્ષણવર્ગ ઘણો સરસ ચાલ્યો; પાંચસો જેટલા મુમુક્ષુભાઈઓએ
તેમાં ઉત્સાહથી ભાગ લીધો. વહેલી સવારથી રાત સુધી સતતપણે તત્ત્વજ્ઞાનનું ઘોલન ચાલતું.
વિશેષમાં આ વખતે શિક્ષણવર્ગમાં યુવાનભાઈઓની સંખ્યા વધુ પ્રમાણમાં હતી. સેંકડો યુવાનો
ઉત્સાહ અને લગનીપૂર્વક અધ્યાત્મજ્ઞાનના અભ્યાસમાં દુનિયાનું વાતાવરણ ભૂલીને મગ્ન હતા તે
દેખીને આનંદ થતો કે વાહ! ધન્ય છે આજના આ યુવાનોને! ‘આજના છોકરા ધર્મમાં રસ નથી
લેતા’–એમ કહેનારને શરમાવું પડે એવું એ યુવાનોના ઉત્સાહનું દ્રશ્ય હતું. ગુરુદેવ પણ
યુવાનભાઈઓના ધર્મપ્રેમની વારંવાર પ્રશંસા કરતા હતા. ભાઈ! વૃદ્ધ હો કે યુવાન હો, કે બાળક
હો, સૌએ આત્માના હિત માટે આવી વીતરાગીવિદ્યાના સંસ્કાર પાડવા જેવું છે. શિક્ષણવર્ગમાં
આવેલા તે યુવાનબંધુઓને, તેમ જ ભારતભરમાં ગામેગામે ઉત્સાહથી અધ્યાત્મજ્ઞાનમાં રસ લઈ
રહેલા બધા યુવાનબંધુઓને, ‘આત્મધર્મ’ ના પણ ધન્યવાદ છે.