બેનશ્રી ચંપાબેન અચિંત્ય આત્મસાધનાના મહિમાથી ભરપૂર ગૌરવપૂર્ણ વિસ્તૃત લેખ તથા
તેમનાં ગુણો પ્રત્યે અંજલિરૂપ કાવ્ય વગેરે આ અંકમાં આપવાની સંપાદકની ભાવના હતી; પણ
ત્યારપહેલાંં બ્ર. ચંદુભાઈ લેખિત લખાણો છપાઈ ગયા હોવાથી, તે બેવડાઈ ન જાય તેથી આ
અંકમાં આપી શક્્યા નથી. અહા, પૂ. બેનશ્રીના મહિમાને કોણ નથી જાણતું! ગુરુદેવની
મંગલછાયામાં આવીને આજે ૨૯ વર્ષથી તેઓશ્રીની અત્યંત નિકટતાપૂર્વક તેમનું ચૈતન્યજીવન
દેખી–દેખીને અને ગુરુદેવના શ્રીમુખે તેમની મંગલકથા સાંભળી–સાંભળીને આ બાળકને
આત્માર્થ–સાધનમાં જે પ્રરણા અને પુષ્ટિ મળ્યા છે તેનું વર્ણન કરવાની શક્તિ નથી.
હતી. પ્રથમ બંને બહેનોને તે પુસ્તિકા ભેટ આપી હતી. અહા, જાણે ગુરુદેવ છઢાળા દ્વારા
વીતરાગવિજ્ઞાનની જ લાણી કરી રહ્યા હતા, અને સભાજનો પરમહર્ષથી તે સ્વીકારતા હતા.
પ્રવચનસમયના ગુરુદેવના મંગલ ઉદ્ગારો પણ આપ આ અંકમાં છપાયેલ પ્રવચનમાં વાંચશો.
પ્રવચન પછી સમસ્ત મુમુક્ષુ ભાઈ–બેનો પૂ. બેનશ્રીને અભિનંદવા ગયા, તે પ્રસંગે પૂ. શાંતાબેને
પણ પૂ. બેનશ્રી ચંપાબેન પ્રત્યે ભક્તિપૂર્વક પોતાના ઉપરના અચિંત્ય મહાન લોકોતર ઉપકારને
પ્રસિદ્ધ કર્યો હતો. આ ઉત્સવ દરમિયાન ધર્માત્માઓની ચેતનાપરિણતિનો અચિંત્ય મહિમા
ગુરુદેવના શ્રીમુખે વારંવાર