જેમની વાણી સ્વાનુભૂતિની પ્રાપ્તિમાં નિમિત્ત થયા છે તે ધર્માત્માઓના ઉપકારની શી વાત!
અસંખ્યપ્રદેશે અનુભૂતિમાં વણાઈ ગયેલા પૂ. ગુરુદેવના અને પૂ. બેનશ્રી–બેનના અલૌકિક
ઉપકારને માત્ર શાબ્દિક શબ્દાંજલિ વડે વર્ણવી શકાય તેમ નથી. શબ્દાતીત તેમની સ્વાનુભૂતિ
જ્યવંત વર્તો! તે અનુભૂતિ અભિનંદનીય છે, તેને સદા મારા ભાવનમસ્કાર છે. (હરિ)
બહાર પડવાથી આત્માને શું લાભ છે! –એ આર્શ્ચયકારી વૈરાગ્યઝરતા ઉદ્ગારને ગુરુદેવ પણ
ઘણીવાર યાદ કરે છે. ખરેખર, બહારની પ્રસિદ્ધિ ઉપરથી કાંઈ જ્ઞાનીનું માપ નથી. એની ચેતનામાં
તો ભગવાન આત્મા પોતે અંદર પ્રસિદ્ધ થયો છે પછી જગતની પ્રસિદ્ધિનું શું કામ છે!
પ્રભુસન્મુખ કન્નડભાષામાં વિધવિધ ભક્તિ કરતા. ભાષા ભલે જુદી પણ ભગવાન સૌના
એક! એટલે ગમે તે ભાષામાં ભગવાનનાં ગુણગાન સાંભળીને મુમુક્ષુનું ચિત્ત પ્રસન્ન થતું.
સાધર્મીઓને પરસ્પર પ્રેમમાં ભાષાભેદ તો શું–જગતનો કોઈ ભેદ નડી શકતો નથી, એવો જ
ધર્મવાત્સલ્યનો પ્રભાવ છે.
પવિત્ર સંદેશ લઈને આવી પહોંચ્યા. વાહ, ધન્ય આપણા વીતરાગધર્મો! ધન્ય એના ઉત્તમ
આરાધક મુનિભગવંતો! ગુરુદેવ એ ધર્મોનું વર્ણન કરતાં જ રોજ કહેતા કે મુનિઓના આ
બધા ધર્મોની અંશે ઉપાસના શ્રાવકોને પણ હોય છે. અહા! ક્રોધ કે વેર કે દુશ્મન નામની કોઈ
વસ્તુ જ જાણે આ જગતમાં ન હોય–એમ શાંત–વીતરાગી–ક્ષમાદિધર્મોની ભાવનામાં ગુરુદેવ
રોજ રોજ ઝુલાવતા હતા. વાહ રે વાહ! ચૈતન્યતત્ત્વની ભાવનાનો અચિંત્ય પ્રભાવ! –કે જે
અનંતકાળના ક્રોધાદિના સંસ્કારને જડમૂળથી ઉખેડીને આત્માને ક્ષમાનો શાંત વીતરાગીરસ
પીવડાવે છે. પ્રવચનમાં પદ્મનંદીપચ્ચીસીમાંથી ગુરુદેવે દશધર્મોનું સ્વરૂપ વાંચ્યું હતું. આ
ઉપરાંત વિશાળ જિનમંદિર વીતરાગધર્મોની ભાવભીની પૂજાના અને ભક્તિના મંગલનાદથી
ગાજી ઉઠતું. ત્રણ મુમુક્ષુ બહેનોએ ૧૧ દિવસના ઉપવાસ કર્યાં હતા, તે ઉપરાંત
રત્નત્રયવિધાન, દશલક્ષણવિધાન વગેરે પણ અનેક બહેનો કરે છે.