આનંદભર્યા વાતા વરણમાં દશલક્ષણ મહાપર્વ ઉજવાયા હતા.
ધાર્મિક અભ્યાસ કરી રહ્યા છે. નાના બાળકો એક સાથે ધાર્મિક ગાથાઓ બોલીને વાતાવરણ
ગજાવી રહ્યા હોય ને જૈનસિદ્ધાંત ભણી રહ્યા હોય–એવાં દ્રશ્યો દેખીને આનંદ થાય છે. રાત્રે
ખાવાનું ને સીનેમા જોવાનું ઘણા બાળકોએ છોડી દીધું છે.
મશીનને બદલે હવે હાથથી કોતરાવનું નક્કી થયું છે, તે સંબંધી પણ તજવીજ ચાલુ છે.
દુનિયા પાસેથી શાંતિની આશા રાખ્યા વગર, તેમજ તેમને અશાંતિનું પણ કારણ માન્યા
વગર, જ્યારે જોઈએ ત્યારે અને જેટલી જોઈએ તેટલી શાંતિ મળી શકે એવું જે સરસ મજાનું
મહાન તત્ત્વ ગુરુદેવે આપણને આપણામાં બતાવ્યું છે તેમાં જઈને શાંતરસનું વેદન કરો.
બેનોએ ભાગ લીધો છે. ઘણા લેખો આવ્યા હોવાથી હજી વાંચવાના બાકી છે; તેથી તેની
વિગતવાર માહિતી આવતાં અંકે આત્મધર્મમાં આપીશું. લેખ લખી મોકલનારા સૌએ
સમ્યક્ત્વની જે સુંદર ભાવના ભાવી છે તે માટે ધન્યવાદ! આવેલા લેખોમાંથી મોટા ભાગના
લેખોનું લખાણ ‘આત્મધર્મ’માંથી લેવાયેલું છે; આ લખાણો ઉપરથી જિજ્ઞાસુઓમાં આત્મધર્મ
દ્વારા સમ્યક્ત્વના મહિમાના કેટલા ઊંડા સંસ્કારો રેડાયા છે તેનો ખ્યાલ આવે છે. આધુનિક
સાહિત્યમાં સમ્યગ્દર્શનનું ઈજારદાર જાણે ‘આત્મધર્મ’ જ હોય! –એવું ઊંડું તેનું સ્થાન
સાહિત્યમાં સમ્યગ્દર્શન ઈજારદાર જાણે ‘આત્મધર્મ’ જ હોય! એવું ઊંડુ તેનું સ્થાન
મુમુક્ષુહૃદયોમાં છે, અને તેથી મુમુક્ષુઓને ‘આત્મધર્મ’ પ્રત્યે ખૂબ જ આદરભાવ છે.
બાળકો તેમજ પૌઢો પણ હોંશથી ભાગ લે છે.