દ્રશ્યો દેખીને દોઢહજાર જેટલા જિજ્ઞાસુઓ અત્યંત પ્રભાવિત થયા હતા. ધાર્મિક ઉત્સાહ માટે
બાળકોને ધન્યવાદ! વડીલો પણ બાળકોને સારૂં પ્રોત્સાહન આપી રહ્યા છે. ખૈરાગઢમાં પણ
પર્યુષણ આનંદઉલ્લાસથી ઉજવાયા હતા.
તેઓ લખે છે કે–ધર્મને માટે આ વિષમકાળ હોવા છતાં આપણા જૈનદર્શનના તત્ત્વનો
પાતાળકુવો બહુ ઊંડો છે, તેનાં વીતરાગી જળ કદી ખૂટવાનાં નથી. પણ વિદ્યાર્થીઓમાં તેઓ
પ્રચાર કરીને ધર્મના સંસ્કાર રેડવાની ખૂબ જરૂર છે. તીર્થંકરના મુખથી વાણી ઝરતી હોય તેમ
ગુરુદેવના મુખથી ઝરતી વાણીનું સંકલન કરી આપ આત્મધર્મમાં પીરસી રહ્યા છો.
આત્મધર્મમાં અને તેનો બાલવિભાગ અત્યંત રસપ્રદ, જિજ્ઞાસાપ્રેરક તેમજ અધ્યાત્મરસમાં
તરબોળ કરનારો છે, જે જૈનધર્મના બાળકોને સાચા અર્થમાં જિનવરના સંતાન થવાની
પ્રેરણા આપે છે. તેમજ બાળકોને વિપરીત સંસ્કારોથી છોડાવીને સાત્ત્વિક આનંદસહિત
મોક્ષમાર્ગની પ્રેરણા આપે છે.
પ્રભાવના થઈ છે, ને બાળકોમાં પણ ઘણો જ આનંદ–ઉલ્લાસ છે....ખરેખર, કળિયુગમાં પણ
તેમનું ભાવિ ઉજ્વળ છે.
જૈનસમાજે ઉત્સાહથી ભાગ લીધો. વિશેષમાં ચંબલખીણના ૪૦૦ જેટલા ભાઈઓ–જેઓ
પહેલાંં ડાકુ તરીકે પ્રસિદ્ધ હતા ને હવે હૃદયપરિવર્તન કરીને શાંતિમય જીવન ગાળવાની
ઈચ્છાથી સરકારને શરણે આવીને ગ્વાલિઅરની સેન્ટ્રલ જેલમાં રહ્યા છે, તેમની સમક્ષ ધાર્મિક
સદુપદેશનો કાર્યક્રમ ગોઠવાયો હતો, જેમાં બીજા વક્તાઓ સાથે સોનગઢના ભાઈશ્રી
જતીશકુમાર (સનાવદવાળા) એ પણ અધ્યાત્મ ઉપદેશ આપ્યો હતો.
વાત છે. જીવસન્મુખ થવામાં જે આનંદ મળે છે તેવો આનંદ કોઈ જગ્યાએ મળતો નથી. કોઈ
વખત જાણેલ નહીં તેવી વસ્તુ આપે પીરસી છે, તે કોઈકાળે અંદરથી