: ૨૮ : આત્મધર્મ ભાદરવો : ૨૪૯૮ :
જશે નહિ અને ભવફેરા થશે નહીં. બાપુ, ભવફેરા કરીકરીને થાકયા છીએ. હવે ગુરુદેવ, આપે
જ્ઞાનવિસામો પીરસીને ભવનો થાક ઓગાળી નાંખ્યો છે. પારસમણીને અડતાં લોઢું સોનું થાય–એ
તો જડ છે છતાં એમ પલટાઈ જાય છે, તો ગુરુપારસમણીના જ્ઞાન દ્વારા જીવનું અજ્ઞાન નષ્ટ થઈ
જાય–એ નકકી છે.
મોરબીથી કોલેજબંધુ પ્રકાશચંદ્ર. જે. જૈન ઉત્સાહથી લખે છે કે–હર વખતે આત્મધર્મ જોઈને
આનંદિત થાઉં છું, તેમાં કંઈ ને કંઈ નવીનતા હોય છે. ભરતેશની કથા ઘણી સરસ લાગી. (બીજા
કેટલાય વાંચકોએ પણ આ કથા સંબંધી પ્રમોદ બતાવ્યો છે.)
થાનગઢથી દયાળચંદભાઈ લખે છે કે આત્મધર્મ અંક ૩૪પ વાંચી ઘણો જ આનંદ થયો. અંક નં.
૩૨પ થી એકધારા અંકોમાં ઘણુંઘણું નવુંનવું અને સુંદર લખાણ વાંચવા મળે છે. ભરતચક્રવર્તીની
ધર્મચર્ચા વાંચી ઘણો જ આનંદ થયો છે.
બોટાદના શ્રી ઉજમબેન રાયચંદ ગાંધી (તેઓ ચંપકભાઈ તથા હીરાભાઈના માતુશ્રી) તા. ૨૭–
૮–૭૨ના રોજ મુંબઈ મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. ગુરુદેવ પ્રત્યે તેમને ઘણો ભક્તિભાવ હતો.
દીક્ષા પહેલાંં પણ ગુરુદેવ જ્યારે બોટાદ પધારેલા ત્યારે તેમને ત્યાં રહ્યા હતા. ગુરુદેવ તેમને માટે
કહેતા કે ‘આ રૂડો જીવ છે’ ગત આસોમાસમાં તેમને મુંબઈમાં પૂ. ગુરુદેવના દર્શનનો તથા
વૈરાગ્યવચનનો લાભ મળતાં તેઓ ઘણા ખુશી થયા હતા, ને વૃદ્ધાવસ્થામાં આવો લાભ મળતાં
પોતાને ધન્ય માનતા હતા. છેલ્લે પાંચેક મહિના પહેલાંં પૂ. શાંતાબેને પણ તેમને મુંબઈમાં
‘જ્ઞાયકવીર’ ની કડી સંભળાવી હતી, તેનું તેઓ કાયમ રટણ કરતા હતા. ભણ્યા ન હોવા છતાં
તેમને તત્ત્વનો પ્રેમ સારો હતો.
કાનાતળાવના શ્રી સમજુબેન (તે દેવજી વાલાના બહેન) તા. ૭–૯–૭૨ના રોજ સ્વર્ગવાસ પામ્યા
છે. કણબી છતાં તેઓ જૈનધર્મના સંસ્કાર પામીને અવારનવાર સોનગઢ આવીને લાભ લેતા.
ગૌહાટી (આસામ) મુમુક્ષુમંડળના પ્રમુખ, લાડનૂ નિવાસી કેશરીમલજી શેઠી (ઉ. વ. ૮૦) તા.
૨૭–૭–૭૨ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. તેમને ગુરુદેવ પ્રત્યે ભક્તિભાવ અને શાસ્ત્રસ્વાધ્યાયનો
ઘણો પ્રેમ હતો.
વીંછીયાના ભાઈશ્રી માણેકચંદ કરસનજી (ઉ. વ. ૮૩) તા. ૧૨–૮–૭૨ના રોજ સ્વર્ગવાસ પામ્યા
છે; તેઓ એક વડીલ કાર્યકર હતા.
સોનાસણના ગાંધી અમૃતલાલ જીવરાજ (ઉ. વ. ૬પ) શ્રા. સુદ ચોથે સ્વર્ગવાસ પામ્યા છે.
સ્વર્ગસ્થ આત્માઓ વીતરાગી દેવ–ગુરુ–ધર્મના શરણે આત્મહિત પામો.