Atmadharma magazine - Ank 347
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 36 of 41

background image
ભાદરવો : ૨૪૯૮ : આત્મધર્મ : ૨૯ :
* મુમુક્ષુની ગુણદ્રષ્ટિ *
મુમુક્ષુ આત્માના અંતરમાં ગુણીજનો પ્રત્યેની ભક્તિનો મહોત્સવ નિરંતર હંમેશા ચાલુ જ
હોય છે. –ક્્યાં સુધી? કે જ્યાં સુધી પોતે તેમના જેવો ગુણી થાય ત્યાં સુધી.
જગતમાં ગુણી જીવો તો અનંત છે. હવે શરીરાશ્રિત નામ વડે તો તે અનંત ગુણી જનોની
ભક્તિ કદી થઈ શકે જ નહિ. પણ ગુણને ઓળખીને તેના સ્તવન દ્વારા એક સાથે અનંતા
ગુણીજનોની ભક્તિ થઈ શકે છે.
શરીરાશ્રિત નામનો આગ્રહ રાખવામાં ન આવે ને ગુણદ્રષ્ટિથી ‘જ્ઞાનચેતના’ રૂપે જ્ઞાનીને
જોવામાં આવે તો શાસ્ત્રોમાં ઠેર ઠેર પાને પાને તેમનો મહિમા ને ગુણવાન ભર્યા છે. ધર્મીના
નામને બદલે તેમના ગુણદ્રષ્ટિથી જોતાં શીખીને આત્માર્થી જીવ તે ગુણનું સ્તવન કરે છે એટલે
પોતામાં પણ તેવા ગુણો પ્રગટ કરે છે.–આને કુંદકુંદપ્રભુ સાચી ભક્તિ ને સ્તુતિ કહે છે.
અરિહંતાદિનું નામ ભલે ન લીધું હોય, પણ જ્યાં જ્યાં જ્ઞાનચેતના આવે ત્યાં ત્યાં તેને જ્ઞાની જ
દેખાય છે એટલે રાગથી ભિન્ન ભાવે પરિણમતો આત્મા તેને દેખાય છે. તે જ જ્ઞાનીની સાચી
ઓળખાણ છે. આવી ઓળખાણપૂર્વક મુમુક્ષુને જ્ઞાની પ્રત્યે સાચી ભક્તિ હોય છે.
એક નાનકડી સૂચના:– આ નાની સૂચના આપ લક્ષમાં લેશો તો સંસ્થાને
પોષ્ટખર્ચમાં વર્ષે લગભગ એક હજાર રૂપિયાની બચત થશે. આત્મધર્મનું લવાજમ દીવાળી પહેલાંં
ભરાઈ જાય તે જરૂરી છે, કેમકે ત્યારપછી જે નવા ગ્રાહક નોંધાય તેમને પાછળના અંકો
મોકલવામાં અંક દીઠ પંદર પૈસા ટીકીટ લગાડવી પડે છે, ને તેમાં સંસ્થાને દરવર્ષે લગભગ એક
હજાર રૂપિયાનું વધુ પોસ્ટેજ ખર્ચ થાય છે. જ્યારે બધાની સાથે જ અંક રવાના થઈ જાય તો
પોસ્ટના રાહતના દરે (એટલે કે માત્ર બે પૈસામાં કે પાંચ પૈસામાં જ) પોસ્ટ થઈ શકે છે.
આપના નજીવા સહકારથી સંસ્થાને આટલો ફાયદો થાય છે. તો દીવાળી પહેલાંં આપના ગામના
બધા ગ્રાહકોનું લવાજમ ભરાઈ જાય તે ધ્યાનમાં લેશોજી. આત્મધર્મનું લવાજમ ચાર રૂપિયા છે
અને “આત્મધર્મ કાર્યાલય સોનગઢ, સૌરાષ્ટ્ર” એ સરનામે મોકલવું.
શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ (સોનગઢ) તરફથી સમિતિની બાજુમાં
શ્રાવિકાશાળાના કમ્પાઉન્ડમાં ૧૬ × ૧૦ ફૂટના ૧૮ રૂમ બનાવવાનું અગાઉ નક્કી થયું છે. તેનું
કામ તુરતમાં શરૂ થનાર છે. તેમાં ઘણા રૂમ નોંધાઈ ગયા છે; બાકીનાં જેમને