: ૩૦ : આત્મધર્મ ભાદરવો : ૨૪૯૮ :
લખાવવા ઈચ્છા હોય તેઓ નીચેની શરતે લખાવી શકે છે. –
(૧) દરેક રૂમ દીઠ રૂા. ૨૦૦૧) બે હજારને એક ટ્રસ્ટને આપવાના રહેશે.
(૨) રૂમની માલિકી ટ્રસ્ટની રહેશે.
(૩) રૂમ લખાવનારે પોતાને કે તેમના સ્વજનોને સોનગઢ આવવું હોય ત્યારે પંદર દિવસ પૂર્વે
સૂચના મળવાથી તેમને માટે રૂમ ખાલી કરી દેવામાં આવશે.
(૪) રૂમ લખાવનાર જ્યારે બહારગામ જાય ત્યારે રૂમ ટ્રસ્ટને સોંપીને જવું; તેમને પોતાનો
સામાન રાખવા માટે રૂમની અંદર મેડો બંધાવીને વ્યવસ્થા કરવામાં આવશે.
(પ) આ રૂમમાં રૂમ લખાવનાર આખા વર્ષમાં વધુમાં વધુ ત્રણ માસ સુધી જ રહી શકશે,
તેનાથી વધુ વખત રહેવા માટે વ્યવસ્થાપકોની પરવાનગી લેવી પડશે. આ રૂમો કાયમ
રહેવા માટે નથી.
ડીપોઝીટની ઉપરોક્ત રકમ રૂા. ૨૦૦૦/ મળેથી જ નામ રજિસ્ટર કરવામાં આવશે.
મેનેજર, શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)
રાત્રે પણ પ્રકાશ–
નેમનાથ પ્રભુના જમાનાની વાત છે. એક વખત એવું બન્યું કે સૂર્યાસ્ત થતાં આખા
સૌરાષ્ટ્રમાં રાત પડી પણ એક ઠેકાણે રાત ન પડી, ત્યાં તો પ્રકાશ જ રહ્યો! તો એમ કેમ બન્યું?
એ વાત આત્મધર્મ અંક ૩૪પ માં લખેલી, તેનો ખુલાસો:
––ત્યારે સૌરાષ્ટ્રમાં ગીરનારપર ભગવાન નેમનાથ તીર્થંકરનું સમવસરણમાં હતું.
સમવસરણમાં તો રાત્રે પણ પ્રકાશ હોય છે. ત્યાં દિવસ–રાતના ભેદ દેખાતા નથી. અહા!
કેવળજ્ઞાનનો પૂર્ણ ચૈતન્યપ્રકાશ જ્યાં ખીલી ગયો ત્યાં બહારમાં પણ અંધારા રહી શકતા નથી.
ત્યાં જીવોનો અજ્ઞાન અંધકાર પણ મટી જાય છે. ધન્ય એ કેવળજ્ઞાનપ્રકાશ!
એક વૃક્ષ છે–સુંદર ફળ પણ આપે છે, છતાં તે વનસ્પતિકાય નથી, તેમજ દેવ–અધિષ્ઠિત
પણ નથી, તો એ વૃક્ષ કયું?
––આમ તો રત્નત્રય એવું સુંદર વૃક્ષ છે કે જે મોક્ષફળ આપે છે–પણ તેનાં ફળ અજ્ઞાની
ચાખી શકતા નથી. અહીં જે વૃક્ષ પૂછયું હતું તે “કલ્પવૃક્ષ” છે. કલ્પવૃક્ષ એ પૃથ્વીની તે પ્રકારની
રચના છે. જુગલિયામાં કે દેવલોકમાં અજ્ઞાની જીવો પણ શુભભાવના ફળમાં કલ્પવૃક્ષમના ફળ
પામે છે. જીવે પુણ્યવડે કલ્પવૃક્ષનાં ફળ અનંતવાર ચાખ્યા, પણ રત્નત્રયરૂપી વૃક્ષનું આનંદમય
ફળ તેણે કદી ચાખ્યું નથી.
બાલ બંધુઓ! તમારો પ્રિય બાલવિભાગ આવતા અંકે આપીશું.