Atmadharma magazine - Ank 347
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 38 of 41

background image
ભાદરવો : ૨૪૯૮ : આત્મધર્મ : ૩૧ :
આત્માર્થી જીવો આત્મધર્મ દ્વારા આનંદથી આત્માના
અમૃતરસનું પાન કરે છે.
[“આત્મધર્મ” વાંચીને હમણાં કેટલાય મુમુક્ષુ સાધર્મીઓએ
પોતાની અત્યંત પ્રસન્નતા વ્યક્ત કરી છે. અહા! ચૈતન્યસુખનું વર્ણન
જેમાં ભર્યું હોય–તે વાણી કોને ન ગમે? વીતરાગનાં ઉપશાંત–રસભરેલા
અમૃતવચનોનું પાન કરતાં કોને આનંદ ન થાય? થોડાક મુમુક્ષુઓના
અંતરની લાગણી આપણે અહીં વ્યક્ત કરીશું.
]
સોનગઢ–સંસ્થાના માનનીય ટ્રસ્ટી મુરબ્બીશ્રી મગનભાઈ તલકશી શાહ સુરેન્દ્રનગરથી
પ્રમોદભર્યા પત્રમાં સંપાદક ઉપર લખે છે કે–આત્મધર્મ અંક ૩૪૬ વાંચ્યો, વાંચી ઘણો જ
પ્રમોદ આવ્યો કે પૂ. ગુરુદેવશ્રીની અમૃતમય વાણીનો લાભ આત્મધર્મ દ્વારા મુમુક્ષુઓને મળે
છે, તે લાભ વધારે પ્રમાણમાં મુમુક્ષુઓ લે તે માટે ભાઈશ્રી નવનીતભાઈ (પ્રમુખશ્રી) તથા
બીજા ભાઈઓએ શ્રુતજ્ઞાનના પ્રચારની ભાવના દર્શાવી તે વાંચી હું ઘણો જ ખુશી થયો છું.
પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનોનો મુમુક્ષુઓ વધારે લાભ લે તેવી આપણી સૌની ભાવના હોવી
જોઈએ અને છે, તે માટે સૌને અભિનંદન!
આત્મધર્મ દ્વારા પૂ. ગુરુદેવશ્રીનાં જે પ્રવચનોનો લાભ જીવોને મળી રહ્યો છે તે
જીવોનાં હિત માટે એક પૃષ્ટ નિમિત્ત છે; હું તો પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનો વાંચી એટલો
આનંદિત થાઉં છું–જે શબ્દોમાં વર્ણવી શકતો નથી, પણ મને અંદરથી કોઈ એવો ઉલ્લાસ આવે
છે તે આપને હું શું જણાવું? બેહદતા કેમ જણાવી શકાય? શ્રુતજ્ઞાનના પ્રચાર માટે મને પણ
લાગણી થવાથી આત્મધર્મ ખાતે મદદરૂપે રૂા. ૧૦૧) આ સાથે મોકલું છું. આત્મધર્મના પ્રચાર
માટે અને પૂજ્ય ગુરુદેવશ્રીની ભવનાશિની તથા મોક્ષમાર્ગ પમાડે તેવી વાણીનો લાભ સૌને
મળે તેવી તમારી ભાવના, અને તે માટેનો તમારો પ્રયાસ સ્તુત્ય છે, તે માટે તમને મારા
અભિનંદન.
લી. મોક્ષમાર્ગના અભિલાષી મગનનાં વંદન.
સોનગઢમાં ત્રીસ–પાંત્રીસ વર્ષથી પૂ. ગુરુદેવની નીકટ રહેનારા એક પ્રૌઢ ભાઈ ગદગદ
લાગણીથી કહેતા હતા કે હરિભાઈ! હું તમને શું વાત કરું! હમણાં હમણાં તો આત્મધર્મમાં
અનુભૂતિનું વર્ણન વાંચતા મારા અંતરમાં એવો આનંદ થાય છે કે મને હરખનાં આંસુ આવી
જાય છે! અને આ વાત કહેતી વખતેય તેમની આંખો હર્ષાશ્રુથી ઊભરાતી હતી.