Atmadharma magazine - Ank 347
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 41

background image
: ૨ : આત્મધર્મ ભાદરવો : ૨૪૯૮ :
જીવને સદાય પર્યુષણ જ છે. દશ દિવસમાં તો ધર્મની વિશેષ
આરાધનાની ભાવના કરે છે.
આવી ભાવના સાથે દશલક્ષણી પર્યુષણ પર્વ હમણાં આપણે
સૌએ આનંદથી ઊજવ્યા. ગુરુદેવે પરમ મહિમાપૂર્વક આત્મઅનુભૂતિનું
સ્વરૂપ બતાવીને ધર્મની ઉત્તમ આરાધનાની ધોધમાર વૃષ્ટિ કરી....
ધર્માત્માના હૃદયમાં ધર્મના અંકુર પણ ઊગ્યા....અહા, ધન્ય આવા
પર્યુષણ! પર્યુષણના પહેલા પ્રવચનમાં ગુરુદેવે કહ્યું–અહો! આ તો
ધર્મની આરાધનાના દિવસો છે....આત્માનો અનુભવ કરીને સમ્યક્ત્વ
થવાનો આ દિવસ છે....તે સમ્યક્ત્વ થયું હોય તેને આત્માની વિશેષ
ભાવના કરીને શુદ્ધતા વધારવાનો દિવસ છે.
અહો જીવો! ચૈતન્ય–પરમવીતરાગી તત્ત્વ, તેની અંતર્મુખ
ભાવના વડે પરમ ક્ષમાવૃત્તિ ધારણ કરો. ક્રોધાદિભાવો વગરની
મહાપવિત્ર ચેતના....તેને એવી ઉજ્વળપણે પ્રગટ કરો કે જગતમાં ક્્યાંય
કોઈ પ્રત્યે ખૂણેખાંચરે પણ વેરવૃત્તિ ન રહે, ઊંડે ઊંડે પણ ક્રોધાદિના
સંસ્કાર ન રહી જાય, ને શાંત–ક્ષમારસનું મીઠું ઝરણું આત્મામાં વહેતું
રહે. ધન્ય તે મુનિભગવંતો! જેમને પ્રાણ હરનાર પ્રત્યે પણ ક્રોધવૃત્તિ
જાગતી નથી....ઉત્તમક્ષમાની પરમશીતળ ગુફામાંથી જેઓ કદી બહાર
નીકળતા નથી. હું પણ એવા મુનિવરોનો સેવક છું....મને આ જગતમાં
કોઈ પ્રત્યે વેરભાવ નથી....કોઈ મારો શત્રુ નથી, સર્વે જીવો પ્રત્યે મને
સમતા છે. મારી ચૈતન્યભાવનામાં ક્રોધ જ નથી ત્યાં કોઈ પ્રત્યે વેર
કેવું? ધર્મના અંકુરા ફૂટયા....પર્યુષણનો અવસર આવ્યો....આરાધનાની
ધન્ય પળ આવી....એવા આ સમયે ક્ષમાનું અમૃત છોડીને ક્રોધનું ઝેર તો
કોણ પીએ?
અહા, આવી વીતરાગી ક્ષમાનાં અમૃત પીવાનો અવસર શ્રી
દેવ–ગુરુપ્રતાપે આવ્યો છે...ચાલો સાધર્મીઓ! સૌ આનંદથી હળીમળીને
આ વીતરાગી અમૃતરસ પીએ....અને એકબીજાને પીવડાવીએ.
–બ્ર. હ. જૈન