કારતક ૨૪૯૯ ‘‘આત્મધર્મ’’ ૨૪
ગુણોમાં સમયેસમયે જે પરિણમન થઈ રહ્યું છે તે ક્રિયા છે, અને તે ક્રિયા તેના
પોતાના પરિણામ સ્વરૂપ જ છે; તે પરિણામો પરિણામી–આત્માથી જુદા નથી,
અભિન્ન છે. આ રીતે પરિણમનરૂપક્રિયાઓ તે વસ્તુથી અભિન્ન છે. ક્રિયા – કર્મ–કર્તા
એ બધાં એક વસ્તુમાં સમાય છે, ભિન્ન વસ્તુમાં હોતા નથી. આવી વસ્તુની
સ્વતંત્રતા છે. એ જ રીતે અજીવ પદાર્થોમાં પણ તેની અજીવ ક્રિયા, અજીવ કાર્ય અને
અજીવ કર્તા – એ ત્રણે અભિન્ન છે; જુદાં નથી, એટલે જીવ તેનો કર્તા નથી.
આ રીતે સમસ્ત જીવ–અજીવ વસ્તુઓમાં ક્રિયા પરિણામથી જુદી નથી;
પરિણામ પરિણામીથી જુદાં નથી; માટે –
(૩) જે કોઈ ક્રિયા છે તે બધીયે ક્રિયાવાનવસ્તુથી ભિન્ન નથી. વસ્તુની ક્રિયા
વસ્તુથી અભિન્ન છે. જેમકે જ્ઞાનક્રિયા જુદી નથી પણ અભિન્ન છે.
ક્રિયા અને વસ્તુને અભિન્નપણું છે, એવી વસ્તુસ્થિતિ હોવાથી, જીવ પોતાના
ભાવોનો કર્તા ભોકતા છે, પણ અન્ય વસ્તુના ભાવનો કર્તા – ભોકતા તે નથી. –આવું
વસ્તુસ્વરૂપ સર્વજ્ઞભગવાને પ્રકાશ્યું છે.
વસ્તુની આવી સ્વતંત્રતા હોવા છતાં જેમ જીવ પોતાના ભાવમાં વ્યાપીને તેનો
કર્તા–ભોક્તા થાય છે, તેમ તે જીવ પરમાં પણ વ્યાપીને તેનો કર્તા–ભોક્તા થાય એમ
જે માને છે તે જીવ સ્વપરની ભિન્નતા નહિ દેખતો થકો સર્વજ્ઞદેવના મતની બહાર છે
એટલે અજ્ઞાની છે; તે એક આત્માને જડ–ચેતનાદિ અનેક દ્રવ્યસ્વરૂપે માનતો થકો
મિથ્યાદ્રષ્ટિ છે.
અરે ભાઈ! વસ્તુનું સ્વતંત્ર સ્વરૂપ તો તું વિચાર! તેને ઓળખતાં તને
તારામાં તારા પરિણામ સાથે જ કર્તાકર્મપણું ભાસશે, ને બીજા બધામાંથી કર્તાબુદ્ધિ
છૂટી જશે; એટલે જ્ઞાન પોતે જ્ઞાનરૂપે જ પરિણમશે.
ક્રિયા પોતાના કર્તાથી ભિન્ન ન હોય, પણ બીજાથી તો સર્વથા જુદી જ હોય.
એ દ્રવ્યોની ક્રિયાઓ ભિન્ન જ હોય છે. જડની ક્રિયા અને જ્ઞાનની ક્રિયા – તે બંનેને
જો આત્મા કરે તો આત્મા તે બંને ક્રિયાથી અભિન્ન ઠરે, એટલે જેમ આત્મા
જ્ઞાનસ્વરૂપ છે તેમ તે જડસ્વરૂપ પણ થઈ જાય! એટલે જડ–ચેતનની ભિન્નતા જ ન
રહે. માટે એક આત્માને ભિન્નભિન્ન બે ક્રિયાનો જે કર્તા માને તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે.
આત્મા પોતાના જ્ઞાનપરિણામરૂપ ક્રિયાને કરે, પણ
આત્મા પારકા અજીવ પરિણામરૂપ ક્રિયાને કરે નહિ.
તેમજ આત્માના પરિણામને પણ બીજો ન કરે.
જો આત્મા પરિણામને બીજો કરે તો તે પરિણામને
અન્ય વસ્ત સથ પણ તન્મયત થઈ જાય.