કારતક ૨૪૯૯ ‘‘આત્મધર્મ’’ ૨પ
માટે આ મહા સિદ્ધાંત છે કે દરેક પદાર્થ બીજાના કર્તા – કર્મ – ક્રિયાથી જુદો
છે; દરેક પદાર્થ પોતાની પર્યાયથી – પોતાની ક્રિયાથી અભિન્ન છે; એટલે પદાર્થના
પરિણામની ક્રિયાનો કર્તા અભિન્નપણે તે પદાર્થ પોતે જ છે, પણ બીજો કોઈ ભિન્ન
પદાર્થ તેનો કર્તા નથી. કોઈ પદાર્થ બીજા પદાર્થની ક્રિયારૂપ થઈ શકે નહિ, એટલે તેને
કરી શકે નહિ.
આત્મા પોતાની જ્ઞાનપર્યાયરૂપ પરિણમે છે. તે જ્ઞાનક્રિયાનો કર્તા આત્મા છે;
ઈન્દ્રિયાદિ કોઈ પદાર્થો તેના કર્તા નથી; તેઓ તો જ્ઞાનક્રિયાથી બહાર છે, જુદા છે.
તેમ અજ્ઞાની પોતાન અજ્ઞાનમય રાગાદિ ભાવોને તન્મયપણે કરે છે, પણ તે
જડકર્મને કરતો નથી. આત્મા પોતાના અજ્ઞાભાવને પણ કરે ને જડકર્મને પણ કરે –
એમ માને તે જડ–ચેતનને એક માનનાર મિથ્યાદ્રષ્ટિ છે.
આ સ્વપરની ભિન્નતાની વાત કરી; તે ભિન્નતા સમજીને જે સ્વસન્મુખ થયો
છે તે જ્ઞાનીને પોતાના અંતરમાં જે નિર્મળ જ્ઞાન–આનંદાદિ પરિણામો પ્રગટ્યા તેનો
તે કર્તા છે; પણ તે જ્ઞાનાદિ પરિણામોથી જુદાં એવા રાગાદિનું કર્તાપણું તેના
જ્ઞાનમાંનથી.
મિથ્યાદ્રષ્ટિને પોતાના અજ્ઞાનમય ક્રોધાદિ ભાવોની સાથે તન્મયપણું છે એટલે
તેની સાથે કર્તાકર્મપણું તેને છે; પણ જડ સાથે તેને કર્તાકર્મપણું નથી, તેનાથી તો
ભિન્નપણું છે.
જ્ઞાનીને પોતાના જ્ઞાનમય ભાવો સાથે તન્મયપણું છે, તેની સાથે કર્તાકર્મપણું
છે; પણ રાગ સાથે કે જડ સાથે તે ધર્મીને કર્તાકર્મપણું નથી. તેનાથી તો ભિન્નપણું છે.
કોઈપણ ક્રિયાવાન પદાર્થથી તેની ક્રિયા કદી જુદી હોતી નથી પણ અભિન્ન જ
હોય છે – આવી – વસ્તુસ્થિતિ સદા જયવંત છે, તેને કોઈ ફેરવી શકે નહિ; એટલે
કોઈ પણ પદાર્થ પોતાથી જુદી ક્રિયાને કરી શકે નહિ. આત્મા જડની, શરીરની,
બોલવાની વગેરે કોઈ ક્રિયાને કરી શકે નહિ, ને આત્માની ક્રિયાને બીજો કોઈ કરી શકે
નહિ. જડની બધી ક્રિયાઓ જડ સાથે તન્મય, તેનો કર્તા જડ; અને સદોષ કે
નિર્દોષપરિણામરૂપ આત્માની બધી ક્રિયાઓ આત્મા સાથે તન્મય, તેનો કર્તા આત્મા.
આમ વસ્તુસ્થિતિથી જ જડ–ચેતનની ક્રિયાનું અત્યંત ભિન્નપણું પ્રકાશે છે. સ્વપરની
ભિન્નતા વસ્તુસ્વરૂપથી જ છે.
જે પદાર્થ જે ક્રિયારૂપે પરિણમે તેની સાથે જ તે તન્મય હોય, તેનાથી જુદો ન
જ હોય. આત્મા જેમ જ્ઞાનક્રિયા કરે છે તેથી તે જ્ઞાન સાથે તન્મય છે, તેનાથી જુદો
નથી – તેમ જો આત્મા જડકર્મ વગેરેની ક્રિયાને પણ કરે તો તે જડ સાથે પણ તન્મય
થઈ જાય, જડથી જુદો રહી ન શકે. – તે તો સર્વજ્ઞના મતથી વિરુદ્ધ થયું એટલે
મિથ્યાત્વ થયું. તે મિથ્યાદ્રષ્ટિજીવ પોતાને ચેતન અને જડ એવા અનેક દ્રવ્ય રૂપે માને