કારતક ૨૪૯૯ ‘‘આત્મધર્મ’’ ૨૬
છે – તેથી તે સર્વજ્ઞના મતથી બહાર છે, કેમકે સર્વજ્ઞદેવે તો જડ– ચેતનને ત્રિકાળ
અત્યંત ભિન્ન કહ્યાં છે.
આત્મા પોતાના ભાવને કરે –ભોગવે, અને બીજાની ક્રિયાને પણ કરે–ભોગવે,
એટલે એક આત્મા તે સ્વ અને પર એમ બે પદાર્થની ક્રિયાને કરે ને ભોગવે – એમ
માનનાર જીવ સ્વ–પરની જુદાઈને નહિ જાણતો થકો જૈનમતથી બહાર છે. સર્વજ્ઞનો
મત કહો કે જૈનમત કહો, તેમાં તો જિનભગવાને સ્વ–પરને જુદા જ કહ્યાં છે,
સ્વપરની ક્રિયાઓ જુદી જ કહી છે, તેમને એક બીજા સાથે કર્તા–કર્મપણું હોતું નથી.
જ્ઞાની તો રાગથી ભિન્ન જ્ઞાનરૂપે પરિણમતો થકો, જ્ઞાનરૂપે જ પોતાને કરે છે
ને જ્ઞાનરૂપે જ અનુભવે છે.
અજ્ઞાની અજ્ઞાનપણે પણ રાગાદિ ભાવોને કરતો પ્રતિભાસો, –પણ અજ્ઞાનથી
પણ તે પુદ્ગલકર્મને કરતો ન ભાસો. બે દ્રવ્યની ક્રિયાને કોઈ કરી શકે નહિ.
જુઓ તો ખરા, વસ્તુના સ્વરૂપની સ્વતંત્રતા!
કર્તા કોણ છે? – કે જે પદાર્થ પોતે કાર્યરૂપે પરિણમે છે તે પરિણમનાર જ
કર્તા છે.
કર્તાનું કર્મ શું છે? – કે પદાર્થ જે પરિણામરૂપે પરિણમે છે તે પરિણામ જ તેનું
કર્મ છે.
કર્તાની ક્રિયા કઈ છે? –પરિણામના પલટવારૂપ પરિણતિ તે જ તેની ક્રિયા છે.
આ કર્તા – કર્મ – ક્રિયા કેવાં છે? – એ ત્રણે એક જ પદાર્થને આશ્રિત છે, તેથી
અભિન્ન છે; જુદાં – જુદાં નથી.
અભિન્ન છે એટલે કે જુદાં નથી – માટે બીજો તેનો કર્તા નથી. જો એકની
ક્રિયાનો બીજો કર્તા હોય તો તો કર્તા – કર્મ – ક્રિયા અભિન્ન ન રહેતાં ભિન્ન થઈ
જાય. – પણ એવો તો સર્વજ્ઞનો મત નથી. સર્વજ્ઞદેવે તો કર્તા – કર્મ ક્રિયાને ખરેખર
એક જ વસ્તુમાં અભિન્ન બતાવ્યાં છે. અને અમે પણ સર્વજ્ઞને અનુસરનારા હોવાથી
અમને પણ એવું જ વસ્તુસ્વરૂપ પ્રતિભાસે છે. ભિન્ન–ભિન્ન વસ્તુઓમાં કર્તા કર્મપણું
અમને પ્રતિભાસતું નથી. આથી વિરુદ્ધ જે માને તે સર્વજ્ઞના મતને અનુસરનારો નથી
એટલે સર્વજ્ઞના મતથી બહાર છે.
દ્રષ્ટાંત: – જેમકે માટીમાં એક ઘડો થયો. ત્યાં–
ઘડાનો કર્તા કોણ છે? કે માટી પોતે તે ઘડારૂપ થાય છે માટે માટી જ ઘડાની
કર્તા છે. કુંભાર ઘડાનો કર્તા નથી, કેમકે કુંભાર પોતે કાંઈ ઘડારૂપ થતો નથી.
કર્તા માટી, તેનું કર્મ ઘડો છે. પણ તે ઘડો કાંઈ કુંભારનું કાર્ય નથી, કેમકે તે
કાંઈ કુંભારના પરિણામ નથી. કુંભારના ક્રોધાદિ પરિણામ કુંભારમાં રહ્યા, તે ઘડામાં