કારતક ૨૪૯૯ ‘‘આત્મધર્મ’’ ૨૮
ગતાંકમાં પૂછેલા કોયડાનો જવાબ છે – ‘કનજીસ્વામી’ કોયડાનો જવાબ
શોધીને ઘણા સભ્યોએ હોંશથી લખી મોકલ્યો છે, તે માટે ધન્યવાદ. બંધુઓ, પહેલાંં તમે
ભલે કોયડા વાંચો – પણ પછી આખું આત્મધર્મ વાંચજો તેથી વિશેષ લાભ થશે.
બંધબેસતો શબ્દ શોધીને ખાલી ખાનામાં લખો –
૧. શત્રુંજય સિદ્ધક્ષેત્ર
૨. સમયસારનો ભાઈ
૩. મહાવીર પ્રભુનો મોક્ષ
૪. આત્માનો સ્વભાવ
પ. સિંહભવમાં આત્માની ઓળખાણ
૬. મોક્ષનું મૂળ સમ્યગ્દ્રર્શન
૭. ધર્મરાજાનો દરબાર
૮. શરીરવગરની સુંદર વસ્તુ
૯. ગૌતમ સ્વામીનું નામ
૧૦. મોક્ષમાં જવાનું વિમાન
ઉપર દસ ખાનામાં જે લખ્યું છે તે વાંચીને, તેની સાથે બંધબેસતો શબ્દ નીચેના
શબ્દમાંથી શોધવો; અને ખાલી ખાનામાં લખવો –
(૩) દીવાળી; (૪) જ્ઞાન; (૬) સમ્યગ્દર્શન; (૮) સિદ્ધભગવાન; (૧)
પાંચપાંડવમુનિ; (૨) નિયમસાર; (૭) સમવસરણ: (૯) ઈન્દ્રભૂતિ: (૧૦) રત્નત્રય;
(૧૧) મહાવીરભગવાન. (નમૂના માટે છઠ્ઠા નંબરના ખાનાંનો શબ્દ અમે લખી
આપ્યો છે. તે પ્રમાણે બીજા શબ્દો શોધતાં તમને નવું નવું જાણવા મળશે, ને મજા
પડશે.) (વડીલો! આપ બાળકોને માર્ગદર્શન ભલે આપો, પણ શબ્દ તો બાળક પાસે જ
શોધાવજો, તથા તે સંબંધી વિગતવાર માહિતી તેને સમજાવજો.)