કારતક ૨૪૯૯ ‘‘આત્મધર્મ’’ ૩૨
નાના નાના ટૂચકા. સ્વાદ આપે છે સુખકા
સાચો મારો આતમરામ,
દુનિયાનું મારે શું કામ?
❆✡❆
ચેતન મારું લક્ષણ ખાસ,
વીતરાગતાનો જ્યાં વાસ.
❆✡❆
સુખ – સુખ બસ! સુખ જ હું,
સ્વયં મારાથી તૃપ્ત જ છું.
❆✡❆
સ્વદ્રવ્યે જો પ્રીતિ જોડ,
ચારગતિનાં બંધન તોડ.
❆✡❆
સમયપ્રાભૃત છે જિનવાણ,
અત્મસ્વરૂપ પ્રકશક ભણ,
❆✡❆
પંચપરમેષ્ઠી મારા મિત્ર,
દૂર રહો સંસાર વિચિત્ર.
❆✡❆
રત્નત્રય છે મારું ધન,
ધન વિના જગ છે નિર્ધન.
❆✡❆
શુદ્ધોપયોગી સંતો તમે,
જીવન તમારું મને ગમે.
❆✡❆
જ્ઞાનભાવ છે સુખનું ધામ;
રાગભાવનું શું છે કામ?
❆✡❆
સુખનું પૂર દુ:ખથી દૂર,
બિરાજે પ્રભુ મારે હજૂર.
❆✡❆
અાનંદતત્ત્વ જગમાં અજાેડ,
લક્ષને જોડ ભવને તોડ.
❆✡❆
અત્મસ્વરૂપ ત ગમ ગમ.
નિજ આનંદમાં રમે રમે.
❆✡❆
જ્ઞાનસ્વરૂપે આત્મા ગા.
સુખ ચાહે તો અંદર જા.
❆✡❆
સુખસાગરનાં આવ્યાં પૂર,
દુ:ખ બધાં તો ભાગ્યાં દૂર.
❆✡❆
વીતરાગતા છે સાચું સુખ,
રાગમાં ભર્યું એકલું દુ:ખ
❆✡❆