સમજાવી છે. સમ્યગ્દર્શન પામવા માટે જીવને બીજા સમ્યગ્દ્રષ્ટિ જીવની અંતરંગચેતના તે
અંતરંગનિમિત્ત છે, અને શુદ્ધાત્માને દેખાડનારી તેમની વાણી તે બહિરંગ નિમિત્ત છે.
ધર્માત્માની વાણી રાગ અને ચૈતન્યની ભિન્નતા દેખાડનારી છે, અને તે જ વખતે
ધર્માત્માની ચેતના પોતે રાગથી જુદી પરિણમી રહી છે; તેમાં વાણી તે બહિરંગ નિમિત્ત
ચેતના અને રાગનું ભેદજ્ઞાન થાય છે. અરે, ધર્મ પામનારને નિમિત્ત કેવું હોય તેની પણ
સાચી ઓળખાણ જીવોને નથી. અરિહંતદેવના દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણે ચેતનમય છે, તેને
ઓળખનાર જીવ પોતાના ચૈતન્યને ઓળખી લ્યે છે, ને તેને સમ્યગ્દર્શન થાય છે–એમ
કહ્યું છે, તે જ રીતે અહીં અંતરંગ નિમિત્ત તરીકે સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માની જ્ઞાનચેતનાને
ઓળખવાની વાત લીધી છે. ધર્માત્માને બહારથી ઓળખે પણ અંદર તેમની
જ્ઞાનચેતનાને ન ઓળખે તો તે સમ્યક્ત્વનું કારણ થાય નહીં. માટે ધર્માત્મા–
સમ્યગ્દ્રષ્ટિજીવ તે પોતે અંતરંગહેતુ છે એમ કહ્યું છે. સમ્યગ્દ્રષ્ટિ આત્માનું સ્વરૂપ જે કંઈ
કહે છે તે વીતરાગની વાણી જ છે, પોતે જે અનુભવ્યું છે તે જ તે કહે છે. અહો, અંતરમાં
તેવી ચીજ નથી, આ તો અંતરના અનુભવની ચીજ છે. આ સમજવામાં સમ્યગ્દ્રષ્ટિ જીવ
જ નિમિત્તપણે હોય છે; અને તે સમ્યગ્દ્રષ્ટિને પોતે ઓળખે ત્યારે જ તેની વાણી
સમ્યક્ત્વનું નિમિત્ત થાય છે. એકલી વાણી નિમિત્ત નથી પણ તેનો આત્મા મુખ્ય
નિમિત્ત છે, તેથી તેને અંતરંગ હેતુ કહ્યો છે. નિમિત્ત તરીકે તે અંતરંગ હેતુ છે, ને
ઉપાદાન તરીકે પોતાના અંતરમાં પરમ શુદ્ધ તત્ત્વ બિરાજે છે, તેનું અવલંબન લેતાં
નિશ્ચય સમ્યક્ત્વ થાય છે; તે મોક્ષનો હેતુ છે.