Atmadharma magazine - Ank 352
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 29

background image
: માહ : ર૪૯૯ : આત્મધર્મ : ૧૯ :
ધર્મી જીવ કોઈ સંયોગમાં આત્મસ્વરૂપને અન્યથા માને નહીં
(સમ્યગ્દર્શન–લેખમાળા લેખ નં–પ: લે. જેઠાલાલ હીરાચંદ શાહ, ચોરીવાડ)
સમ્યગ્દર્શન માટે આત્મસન્મુખ મુમુક્ષુ જીવના ભાવ વિશુદ્ધ થતા જાય છે,
આત્મસ્વરૂપ સમજાવનારા સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર પ્રત્યે તેને પ્રેમ જાગે છે, ધર્માત્માને
દેખીને પ્રમોદ આવે છે. તેની વિચારધારા આત્માના સ્વભાવ તરફ ઢળે છે. પોતે પોતાના
જ્ઞાયકસ્વભાવનો મહિમા લક્ષમાં લ્યે છે. પોતાના ચૈતન્યસ્વભાવી આત્માના અતીન્દ્રિય
આનંદના વિચારોમાં ચિત્ત રમતાં તેને વિકલ્પોનો રસ ઓછો થતો જાય છે. હું જ્ઞાન
સ્વભાવી છું, રાગ મારાથી જુદો છે–એમ ભિન્નસ્વરૂપ રાતદિવસ વિચારે છે, હું પરમાત્મા
છું– એમ પોતાના સ્વભાવને પ્રતીતમાં લઈને તેનો અગાધ મહિમા ચિંતવે છે. આ રીતે
જ્ઞાનના બળે પોતાના પરમાત્મસ્વરૂપની પ્રતીતના પડકાર કરતો જે આત્મા જાગ્યો તેને
રાગની રુચિ રહે નહીં; હવે ક્યાંય અટક્યા વગર રાગથી જુદો થઈ, અંદર જઈ,
પરમાત્મતત્ત્વની અનુભૂતિ કર્યે જ છૂટકો.
આ રીતે સર્વજ્ઞસમાન પોતાના પૂર્ણસ્વરૂપને સાધવા જે જીવ ઉપડ્યો તેની
પ્રતીતના પડકાર છાના રહે નહીં. જેવી રીતે રણે ચડેલા શૂરવીરો કાયરતાની વાતો
કરતા નથી, તેવી રીતે વીરના માર્ગે ચૈતન્યની પરમાત્મદશાને સાધવા માટે રણે ચડેલા
મુમુક્ષુઓ રાગની રુચિમાં રોકાતા નથી; રાગ નહિ, અલ્પતા નહિ, હું પૂર્ણાનંદથી ભરેલો
ભગવાન છું–એમ સત્સ્વભાવના રણકાર કરતો જે જાગ્યો તેની શૂરવીરતા છાની
રહે નહીં.
‘હું પરમાત્મા છું’ –એમ સ્વસન્મુખ થઈને પોતાને જે અનુભવે તે જ બીજા
પરમાત્માને સાચા સ્વરૂપે ઓળખી શકે છે. પોતામાં રાગ વગરનું પરમાત્મપણું દેખ્યા
વગર બીજા પરમાત્માના સ્વરૂપની સાચી ઓળખાણ થઈ શકે નહિ. ધર્મી જીવ બધા
વિકલ્પોથી જુદો પડી, સર્વે ગુણોથી પૂરો પરમાત્મા હું છું–એમ ઉપયોગને અંતરમાં