રૂપ તો કૃત્રિમતા વગર, સહજપણે જ મહા સુંદર છે, રાગના ડાઘ વગરનું છે;
તેની શોભા માટે કોઈ ઉપચાર કરવા પડતા નથી. આવા અનુપચાર–અભેદ
રત્નત્રયપરિણતિસ્વરૂપ આત્મા તે પોતે ખરેખર મોક્ષનો માર્ગ છે; ને તે જ મહા
આનંદના લાભરૂપ મોક્ષને પામે છે. વીતરાગમાર્ગમાં ભગવંતોએ આવો સુંદર
આનંદમાર્ગ પ્રકાશ્યો છે. અહો, આત્મા પ્રસન્ન થઈ જાય ને રત્નત્રયથી ખીલી
ઊઠે–એવો સુંદર આ માર્ગ છે.
જણાય નહીં. સ્વસંવેદન પ્રત્યક્ષવડે આત્મા ચોથા ગુણસ્થાને અનુભવમાં આવે
છે, ને ત્યારથી મહા આનંદનો માર્ગ શરૂ થાય છે. આનંદના અનુભવપૂર્વક મહા
આનંદનો માર્ગ પ્રગટે છે.
છે, રાગવડે જણાઉં એવો હું નથી; સ્વભાવને પ્રત્યક્ષ કરવાની તાકાત મારા
જ્ઞાનમાં છે. –એ તાકાત રાગમાં નથી. રાગ વગર, અંતર્મુખ જ્ઞાનવડે હું મારા
સ્વભાવને આનંદથી પ્રત્યક્ષ કરીને, અનંત સિદ્ધભગવંતોની નાતમાં બેસનારો
છું. મહા આનંદમય ચૈતન્યની કુંખ જેણે સેવી તે ભવ્ય જીવ સંસારમાં માતાની
કુંખે ફરી અવતરતો નથી. અરે, ચૈતન્યપ્રભુના પડખાં જેણે સેવ્યા તેને હવે ભવ
કેવા? જે આત્મા પોતે જ આનંદરૂપ થઈ ગયો તેને હવે દુઃખ કેવા? ને
ભવભ્રમણ કેવું? તે તો આનંદને વેદતો–વેદતો મહા આનંદના માર્ગે ચાલ્યો.
વીતરાગમાર્ગમાં નિર્ભય સિંહની જેમ તે વિચરે છે. તે આત્મા પોતે જ
સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાનને સમ્યક્ચારિત્ર છે; એનાથી જુદું કોઈ સમ્યગ્દર્શન નથી,
એનાથી જુદું કોઈ સમ્યગ્જ્ઞાન નથી, ને ચારિત્ર પણ એનાથી જુદું નથી. રાગાદિ
વિકલ્પો તેનાથી જુદા છે; પણ શુદ્ધ રત્નત્રય તેમજ અનંત ગુણના શુદ્ધભાવો તે
તો અભેદપણે આત્મા જ છે, આત્માથી તે જુદા નથી. આવા પરમાનંદરૂપ
આત્માને પ્રકાશનારાં પરમાગમ તે પણ લલિત છે–સુંદર છે–આનંદનાં કારણ છે.
સહજ આનંદની પુષ્ટિ તે પરમાગમનો સાર છે.