છે. તે પરમાત્માના બે પ્રકાર છે: અરિહંત પરમાત્મા, અને સિદ્ધ પરમાત્મા. અરિહંત
પરમાત્મા શરીરસહિત હોવાથી તેમને સ–કલ પરમાત્મા કહેવાય છે; એવા લાખો
અરિહંત ભગવંતો વિદેહક્ષેત્રમાં અત્યારે વિચરી રહ્યા છે, અને સદાય થયા કરે છે.
સિદ્ધપરમાત્માને શરીર હોતું નથી તેથી તેમને નિ–કલ પરમાત્મા કહેવાય છે, તેઓ
જ્ઞાનશરીરી છે, તેઓ આઠેકર્મથી રહિત છે. તેરમા અને ચૌદમા ગુણસ્થાને બિરાજમાન
જીવો અરિહંત પરમાત્મા છે; અને ગુણસ્થાનથી પાર, દેહાતીત સિદ્ધ ભગવંતો છે. સિદ્ધ–
પરમાત્મા એટલે ચાર ગતિથી મુક્ત જીવ, તેઓ અનંતા છે. અરિહંત અને
સિદ્ધપરમાત્મા આત્માના અનંત સુખને અનુભવે છે.
પરમાત્મા થઈને નિત્ય અનંત આનંદનો અનુભવ કરવો. દરેક જીવમાં આવા પરમાત્મા
થવાની તાકાત છે.
દરેકને સમજાય તેવી આ વાત છે. તારા સ્વરૂપમાં જે છે તે જ તને બતાવીએ છીએ,
એનાથી વિશેષ કાંઈ નથી કહેતા. બાપુ! જીવનમાં આ વાત લક્ષમાં લેવા જેવી છે, બાકી
તો બધું થોથાં છે, તેમાં આત્માનું કાંઈ હિત નથી. પૈસા કમાવા ખાતર મજુરીમાં જીવન
વીતાવે છે પણ એ કરોડો રૂપિયામાં કે બંગલા–મોટરમાં ક્યાંય સુખનો છાંટોય નથી,
અરે! સ્વર્ગમાંય સુખ નથી ત્યાં મનુષ્યલોકના વૈભવની શી વાત? સુખ તો આત્માના
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રમાં જ છે, બાકી બહારનાં કોઈ પણ પદાર્થના લક્ષે તો
આકુળતાને દુઃખ જ છે.