: ફાગણ : ર૪૯૯ આત્મધર્મ : ર૩ :
ભાઈ! વિચાર તો કર કે– રૂપિયા, મકાન, મોટર વગેરે પદાર્થો તો જીવતત્ત્વ છે?
–કે અજીવ? એ તો અજીવ છે. તો શું અજીવમાં કદી સુખ હોય? ના; એનામાં સુખ કદી
છે જ નહિ, તો તે તને ક્યાંથી સુખ આપે? માટે અજીવમાં–પરમાં સુખબુદ્ધિ છોડ.
હવે તે અજીવ તરફના વલણનો તારો ભાવ, (–પછી તે અશુભ હો કે શુભ)
તેમાં પણ આકુળતા ને દુઃખ જ છે, તેમાં કાંઈ ચૈતન્યના આનંદનું વેદન તો નથી. – માટે
તે પરલક્ષી શુભાશુભભાવોમાંય સુખબુદ્ધિ છોડી દે.
સુખથી ભરેલો તારો આત્મસ્વભાવ, તેમાં ઉપયોગ જોડતાં જ સ્વલક્ષે
પરમઆનંદ અનુભવાય છે.
જુઓ, સાતતત્ત્વને જાણવામાં આ વાત આવી જાય છે. –
* ;
* તેની સન્મુખતાથી આનંદ અનુભવાય તેમાં સંવર–નિર્જરા–મોક્ષ આવ્યા.
* ;
* તેની સન્મુખતાથી આકુળતા અનુભવાય છે–તેમાં પુણ્ય–પાપ–આસ્રવ ને બંધ
આવી ગયા.
આ રીતે તત્ત્વોનું પૃથક્કરણ કરીને સમજે તો મોક્ષમાર્ગનો સાચો નિર્ણય થયા
વગર રહે નહીં. જીવતત્ત્વ કેવું છે તેની આ વાત ચાલે છે. વિદેહક્ષેત્રોમાં દેહ સહિત
અરિહંત ભગવંતો સદાય બિરાજે છે, અહીં ભરતક્ષેત્રમાં પણ અઢીહજાર વર્ષ પહેલાંં
અરિહંત ભગવાન સાક્ષાત્ વિચરતા હતા, તે ભગવંતોએ જીવાદિ તત્ત્વનું જેવું સ્વરૂપ
કહ્યું તેવું જ્ઞાનીસંતોએ ઝીલ્યું, જાતે અનુભવ્યું અને શાસ્ત્રમાં કહ્યું; તે જ અહીં કહેવાય
છે. આચાર્યદેવે કહ્યું છે કે ‘જીવાદિ નવતત્ત્વોને ભૂતાર્થથી જાણવા તે સમ્યગ્દર્શન છે’ ત્યાં
ભૂતાર્થદ્રષ્ટિ કરતાં જ તેમાં શુદ્ધઆત્માની પ્રતીત આવી, ને નવતત્ત્વના વિકલ્પ છૂટી
ગયા. શુદ્ધદ્રષ્ટિમાં નવ ભેદ નથી, તેમાં તો એકલો શુદ્ધાત્મ ભગવાન જ આનંદસહિત
પ્રકાશમાન છે; ને આવા આત્માની દ્રષ્ટિપૂર્વક નવતત્ત્વની પ્રતીતનું આ વર્ણન છે. એકલા
નવતત્ત્વ ગોખ્યા કરે ને તેના વિકલ્પને અનુભવ્યા કરે પણ જો શુદ્ધઆત્માને દ્રષ્ટિમાં ન
લ્યે તો તેને સમ્યગ્દર્શન થતું નથી, તે તો બહિરાત્મા જ રહે છે. અહીં તો અંતરાત્મા
થયેલો જીવ, વિકલ્પોથી છૂટો પડીને નવતત્ત્વને જેમ છે તેમ જાણે છે.