: ર૪ : આત્મધર્મ : ફાગણ : ર૪૯૯
તેની વાત છે. તેને શુદ્ધાત્મામાં જ સ્વામીત્વબુદ્ધિ વર્તે છે. નિશ્ચયશ્રદ્ધાના વિષયમાં નવ
ભેદ ન આવે, તેમાં તો એકલા નિજરૂપની જ શ્રદ્ધા છે. જેમ રાજાની સાથેના બીજા
માણસોને દેખીને તેમને પણ ‘આ રાજા આવ્યો’ એમ ઉપચારથી કહેવાય છે; ખરેખરો
રાજા તો તે નથી, જુદો છે, તેમ શુદ્ધઆત્માની દ્રષ્ટિરૂપ નિશ્ચય સમ્યક્ત્વ તે તો
મોક્ષમાર્ગમાં રાજા સમાન છે; પણ તેની સાથે નવતત્ત્વની પ્રતીતને દેખીને તેને પણ ‘આ
સમ્યગ્દર્શન છે’ એમ ઉપચારથી કહેવાય છે, ખરેખરું સમ્યગ્દર્શન તો તે નથી, જુદું છે.
પણ તેની સાથે નવતત્ત્વની શ્રદ્ધા વગેરેના જે વિકલ્પો હોય છે તે વ્યવહારમાં બતાવ્યા
બતાવ્યા છે તેનાથી વિરુદ્ધ માન્યતા ધર્મીને હોય નહીં. અહો, આ તો નિશ્ચય–વ્યવહારની
સંધિવાળો અલૌકિક જિનમાર્ગ છે, – વીતરાગ ભગવંતો જે માર્ગે ચાલ્યા તે માર્ગે
જવાની આ વાત છે. એની શરૂઆત વીતરાગદ્રષ્ટિ વડે થાય છે, રાગ વડે તેની શરૂઆત
થતી નથી.
જેણે પોતાના શ્રદ્ધા–જ્ઞાનમાં પૂર્ણ જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને ઝીલ્યો છે,
અનુભૂતિવડે અંતરમાં પોતાના પરમાત્મસ્વરૂપને અનુભવ્યું છે તે અંતરાત્મા
મોક્ષમાર્ગમાં ચાલનારા છે; તે પોતાની પર્યાયને પણ જાણે છે. પહેલાંં અજ્ઞાનદશામાં
બહિરાત્મપણું હતું, ત્યારે હું એકાંત દુઃખી હતો; તે દશા ટળીને હવે અંતરાત્મપણું થયું છે
ને આત્માનું સાચું સુખ અંશે અનુભવમાં આવ્યું છે; હવે શુદ્ધ આત્માના જ ધ્યાન વડે
પૂર્ણ સુખરૂપ પરમાત્મદશા અલ્પકાળમાં થશે. આ રીતે બહિરાત્મા, અંતરાત્માને
પરમાત્મનું સ્વરૂપ ઓળખવું.
ત્રિવિધ આત્મા જાણીને, તજ બહિરાતમભાવ;
થઈ તું અંતરઆત્મા, ધ્યા પરમાત્મસ્વભાવ.