: ફાગણ : ર૪૯૯ આત્મધર્મ : રપ :
“ नमः सिद्धेभ्यः
સંવર એટલે આનંદ. સંવર એટલે મોક્ષમાર્ગ.
સંવરના કારણરૂપ ભેદજ્ઞાન અભિનંદનીય છે
જ્ઞાન અને રાગની ભિન્નતા જાણીને, ઉપયોગ રાગાદિથી જુદો પડતાં
ભેદવિજ્ઞાનરૂપ જે અપૂર્વ સંવરદશા પ્રગટી તે મહા આનંદમય છે; મોક્ષના કારણરૂપ
હોવાથી તે અભિનંદનીય છે, પ્રશંસનીય છે. ચૈતન્યના આનંદના અપાર વિલાસસહિત
સમ્યગ્દર્શન થયું તેમાં સમસ્ત શુભાશુભ રાગથી અત્યંત જુદો શુદ્ધઉપયોગ સ્વરૂપ આત્મા
આનંદસહિત પ્રગટ્યો, એટલે અનાદિનો આસ્રવ છૂટ્યો ને અપૂર્વ સંવરદશા શરૂ થઈ.
સંવરમાં આનંદ છે. આસ્રવો આત્માને દુઃખરૂપ હતા, ને ભેદજ્ઞાનરૂપ સંવર
આત્માને અપૂર્વ શાંતિનું વેદન કરાવે છે. –તેથી તે મંગળ છે.
જ્યાં સુધી આત્મા ભેદજ્ઞાન વડે જાગ્યો ન હતો ને અજ્ઞાનથી પોતાને રાગાદિરૂપ
અનુભવતો હતો ત્યાંસુધી આસ્રવનું જોર હતું; તે આસ્રવ આખા જગતના અજ્ઞાની
જીવોને જીતી લેવાથી ગર્વિત હતો; પણ હવે જ્યાં ભેદજ્ઞાન વડે ભગવાન આત્મા જાગ્યો
અને રાગાદિથી ભિન્ન અત્યંત આનંદમય સંવરભાવ પ્રવટ્યો, તે સંવરરૂપી યોદ્ધો
આસ્રવને જીતી લ્યે છે. સંવર એવો જોરાવર છે કે રાગાદિ આસ્રવના કોઈ કણને પણ
પોતામાં રહેવા દેતો નથી. આવી મહિમાવંત પ્રશંસનીય સંવરદશા કેમ પ્રગટે તેનું
અદ્ભુતસ્વરૂપ આચાર્યદેવે આ સંવર–અધિકારમાં સમજાવ્યું છે.
ભેદજ્ઞાનના અદ્ભુત અચિંત્ય રહસ્યો અહીં ખુલ્લા કરીને સમજાવ્યા
છે.. જે સમજતાં મુમુક્ષુનો આત્મા ખીલી ઊઠે છે.
ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી, કારણકે બંનેના પ્રદેશો જુદા હોવાથી
તેમને એકપણું નથી; તેથી તેમને આધાર–આધેયપણું પણ નથી. – જુઓ, સંવર માટે
આ ભેદજ્ઞાન કરાવે છે. જેમ જડ અને ચેતનને એકપણું નથી, જડ તે ચેતન નથી, ચેતન
તે જડ નથી, એમ તે બંનેને અત્યંત જુદાપણું છે; તેમ ક્રોધાદિને અને ઉપયોગને