Atmadharma magazine - Ank 353
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 30 of 49

background image
: ફાગણ : ર૪૯૯ આત્મધર્મ : ર૭ :
અહો, અલૌકિક વીતરાગમાર્ગ!
અહો, દર્શનશુદ્ધિ માટે વીતરાગનો માર્ગ અલૌકિક છે. વીતરાગમાર્ગ રાગથી
ભિન્ન ચૈતન્યસ્વાદ ચખાડે છે. ચૈતન્યની શાંતિના સ્વાદમાં રાગાદિ ભાવનો અંશ પણ
સમાય નહીં. નાનામાં નાના રાગના કણનો પણ જેને પ્રેમ છે, –તે રાગમાં જેને શાંતિ
લાગે છે, તે જીવ વીતરાગ ભગવાનના માર્ગ ઉપર ક્રોધ કરે છે; કેમકે રાગ જેને ગમ્યો
તેને વીતરાગમાર્ગ કેમ ગમશે? વીતરાગમાર્ગનો અણગમો એ જ અનંતો ક્રોધ છે.
વીતરાગ ચૈતન્યભાવમાં રાગનો કોઈ અંશ સમાય નહીં. ચૈતન્યસ્વરૂપ આત્માની
ક્રિયાઓ પણ ચૈતન્યભાવરૂપ જ હોય, ચૈતન્યની ક્રિયા રાગરૂપ ન હોય. રાગની ક્રિયામાં
ચૈતન્યની પ્રાપ્તિ કદી ન થાય. આ રીતે ચૈતન્યને અને રાગને સર્વ પ્રકારે ભિન્નતા છે.
રાગથી ભિન્ન આવી ચૈતન્યક્રિયા જેણે કરી તે જીવ સુકૃત (સમ્યગ્દર્શનાદિ ઉત્તમકાર્ય)
કરનારો સુકૃતી છે. જ્ઞાન અને રાગની ભિન્નતાનું કાર્ય, એટલે કે ભેદજ્ઞાનરૂપ ઉત્તમકાર્ય
તેણે કરી લીધું, તે જીવ જ્ઞપ્તિક્રિયાનો કર્તા છે, તેની જ્ઞપ્તિક્રિયામાં આત્મા અનુભવાય છે,
તેની જ્ઞપ્તિક્રિયામાં રાગાદિ કોઈ પરભાવો અનુભવાતા નથી.
ચૈતન્યને અને રાગને કાંઈ મેળ નથી–એકતા નથી પણ વચ્ચે સાંધો છે એટલે કે
જુદાઈ છે. જેમ પથ્થરની સાંધ વચ્ચે સુરંગ ફોડતાં બે કટકા જુદા થઈ જાય છે, તેમ જ્ઞાન
અને રાગની સાંધ વચ્ચે ભેદજ્ઞાનરૂપી વીજળી પડતાં બંને તદ્ન જુદા અનુભવાય છે.
ચૈતન્યની શાંતિના અનુભવમાં તે એકમેક થતાં નથી, કેમકે તેની જાત જુદી છે, તેના
અંશો જુદા છે, અતીન્દ્રિય આનંદના સ્વાદમાં વસનારો આત્મા રાગની આકુળતામાં કેમ
આવે? જ્યાં આત્માને સાચા સ્વરૂપે જાણ્યો ત્યાં અંદર અતીન્દ્રિય સ્વાદ આવ્યો, તે
સ્વાદરૂપે આત્મા જણાય છે; રાગના વેદનમાં આત્માનો સ્વાદ નથી, ને તે સ્વાદથી
આત્મા જણાતો નથી.
સ્વભાવનો ટચ એ જ સાચી હા
અહો, આવા આત્માની અપૂર્વ વાત... તે સાંભળતાં અંદર સ્વભાવનો ‘ટચ’ થઈ
જાય– તો જ ખરૂં સાંભળ્‌યું કહેવાય. સ્વભાવનો ટચ એ જ ખરી