જણાય એવું તારું સ્વરૂપ નથી; અંતરના નિર્વિકલ્પ જ્ઞાનવડે જણાય એવું તારું સ્વરૂપ
છે. અરે, તારું વિકલ્પાતીત સ્વરૂપ છે તે તો જ્ઞાનગમ્ય થાય તેવું છે, તે વિકલ્પગમ્ય થતું
નથી. આવી વીતરાગી વાણી સાંભળનાર શિષ્ય એવો છે કે જે શ્રવણના વિકલ્પની
મુખ્યતા નથી કરતો પણ અંતરના જ્ઞાનની મુખ્યતા કરે છે, તેથી તેને આત્મામાંથી
આનંદના તરંગ ઊઠે છે. તે શબ્દ ઉપર કે ભેદના વિકલ્પ ઉપર જોર કરીને નથી અટકતો
પણ એનાથી આઘો ખસી, અંદર ઊતરી, ભાવ–શ્રુતજ્ઞાનવડે વસ્તુસ્વરૂપને પકડતાં તેને
આનંદના તરંગ સહિત સમ્યગ્દર્શનાદિ થાય છે ને મોહનો નાશ થાય છે. –એ વાત
પ્રવચનસાર ગા. ૮૬ માં કહી છે; તેમ જ આત્મઅવલોકનમાં પણ કહી છે. જેને અનુભવ
થયો હોય તેને આનંદની વૃદ્ધિ થતી જાય છે, અને જેને ન થયો હોય તેને નવો આનંદ
પ્રગટે છે. –આ રીતે જિનવાણી તે ભવ્ય જીવોને આનંદની જ દાતાર છે.
પ્રગટતાં સાથે અતીન્દ્રિય આનંદનું વેદન લેતું પ્રગટે છે... સિદ્ધ ભગવાન સાથે તેની સંધિ
થાય છે. જુઓ, જગતમાં સિદ્ધજીવો થોડા, ને સંસારી–મિથ્યાદ્રષ્ટિ જીવો તેનાથી
અનંતગુણા, છતાં ભાવમાં સિદ્ધભગવંતોના જ્ઞાન–આનંદનું એવું જોર છે કે અનંતા
સિદ્ધોમાંથી અનંતકાળે પણ એક્કેય સિદ્ધજીવ પાછો સંસારમાં આવતો નથી; સંસારમાંથી
છૂટી–છૂટીને સિદ્ધ થનારા જીવોની ધારા ચાલી જાય છે. આ રીતે સદા સંસારી જીવો
ઓછા થતા જાય છે ને સિદ્ધજીવો વધતા જાય છે. –એટલે સિદ્ધ ભગવંતો સદા