ભલે નીચે ન આવે પણ સાધક જીવ પોતાની ઉન્નતિ કરીને સિદ્ધલોકમાં પહોંચી જાય છે.
ચૈતન્યભાવોથી ભરેલો જ્ઞાનસ્વરૂપ આત્મા છે, તેને એક ચૈતન્યસ્વરૂપે જ લક્ષમાં લઈને
અનુભવ કરતાં જ્ઞાનથી જુદા બીજા કોઈ રાગાદિ ભાવોમાં તેને સ્થાપી શકાતો નથી;
એકલા અચિંત્ય જ્ઞાનસ્વરૂપ આત્માને લક્ષમાં લઈને અનુભવ કરતાં રાગાદિભાવો સાથે
તેની જરાય એકતા દેખાતી નથી. એકલું જ્ઞાન જ જ્ઞાનસ્વરૂપે પોતે પોતાને અનુભવમાં
આવતાં સાથે વીતરાગી આનંદ થાય છે. આ રીતે આનંદ સહિત ભેદજ્ઞાન પ્રગટે છે. તે
સંવરનું પરમ કારણ છે. આવું ચૈતન્ય અને રાગનું અત્યંત સ્પષ્ટ ભેદજ્ઞાન કરીને હે
સત્પુરુષો! તમે આનંદિત થાઓ.
નથી, એટલે રાગ વડે આત્મા અનુભવી શકાતો નથી. જેણ આકાશથી જુદા બીજા કોઈ
આધારમાં આકાશને સ્થાપી શકાતું નથી, આકાશથી મોટો એવો કોઈ પદાર્થ જ નથી કે
જે આકાશનો આધાર થઈ શકે. તેમ જ્ઞાનસ્વરૂપ આત્માને જ્ઞાનથી જુદા બીજા કોઈ
ભાવમાં સ્થાપી શકાતો નથી; જ્ઞાનથી જુદા રાગાદિ કોઈ ભાવો એવા નથી કે જે જ્ઞાનનો
આધાર થઈ શકે. – આ રીતે જ્ઞાનને રાગાદિ સર્વ ભાવોથી અત્યંત ભિન્ન અનુભવમાં
લેતાં પરમ આનંદ સહિત ભેદજ્ઞાન થાય છે. આવું ભેદજ્ઞાન તે સંવર છે, તે મોક્ષનો
ઉપાય છે, અને તેથી તે અભિનંદવા જેવું છે.