Atmadharma magazine - Ank 353
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 33 of 49

background image
: ૩૦ : આત્મધર્મ : ફાગણ : ર૪૯૯
ભેદ પણ રહેતો નથી. અહો, આવી અનુભૂતિ આચાર્યદેવે સમયસારમાં આત્માના
વૈભવથી દેખાડી છે. તેનું શ્રવણ કરનાર જીવો પણ એવા લીધા છે કે જેઓ અંદરમાં
આત્માને ‘ટચ’ કરીને, એટલે કે તેના વાચ્યને લક્ષમાં લઈને સ્વાનુભવ કરે છે;
શ્રવણકાળે વિકલ્પ છે પણ તે વિકલ્પ ઉપર તેમનું વજન નથી, વજન તો અંદરના
વાચ્યરૂપ શુદ્ધઆત્મા તરફ જ છે.
અહો, જિનવાણીનું શ્રવણ તો વીતરાગતાનું કારણ છે, –તે ખરેખર રાગનું કારણ
નથી; કેમકે રાગમાં અટકવાનું જિનવાણીમાતા નથી કહેતા, જિનવાણીમાતા તો રાગથી
અત્યંત ભિન્નતા બતાવીને ચૈતન્યસ્વભાવમાં સન્મુખતા કરાવે છે. –એવું લક્ષ જેણે કર્યું
તેણે જ ખરેખર જિનવાણી સાંભળી કહેવાય. જિનવાણીમાં વીતરાગી સંતોએ જેવો
આત્મસ્વભાવ કહ્યો તેવો જ જ્ઞાનવડે (વિકલ્પ વડે નહિ, પણ જ્ઞાનવડે જ) લક્ષમાં
લઈને જ્યાં ઉપયોગ અંતરમાં ઝુક્્યો ત્યાં તે નિર્વિકલ્પ–ઉપયોગમાં આત્મા અભેદપણે
અનુભવાયો, એટલે તેના આધારે આત્મા છે, –તે જ આત્મા છે. આવો અનુભવ તે જ
જિનવાણીના શ્રવણનું સાચું ફળ છે.
જ્ઞાનની અનુભૂતિ વડે ભેદજ્ઞાન થાય છે... રાગવડે નહીં
આત્મા પોતે જ્ઞાનસ્વરૂપ ચૈતન્યજાત વસ્તુ છે; એની જાતથી જ જાત જણાય છે;
કજાતથી જાત જણાતી નથી; એટલે કે જ્ઞાનસ્વરૂપ રાગવડે અનુભવાતું નથી, જ્ઞાનથી જ
જ્ઞાનસ્વરૂપ અનુભવાય છે. જ્ઞાનસ્વરૂપમાં રાગ તે તો કજાત છે; રાગ વગરનું (રાગથી
છુટું) જ્ઞાન તે જ જ્ઞાનની જાત છે.. તે જ્ઞાન અભેદ થઈને પોતે પોતાને જ્ઞાનસ્વરૂપે
અનુભવે છે. આ રીતે આત્મા પોતે પોતાના સ્વભાવથી જણાય એવો સ્વાનુભવ–પ્રત્યક્ષ
છે (
स्वानुभूत्या चकासते...) પરિણતિ એકદમ ગુલાંટ ખાઈને, પરાલંબન છોડીને
અંતરમાં વળી જાય છે ત્યાં આત્મા સાક્ષાત્ અનુભવાય છે. અહો! આવી નિર્વિકલ્પ–
ચેતનપરિણતિ થઈ ત્યારે અતીન્દ્રિય મહા આનંદસહિત ચોથું ગુણસ્થાન પ્રગટ્યું;
ભગવાન આત્મા સ્વપર્યાયમાં પ્રગટ્યો. શૂરવીર ભગવાન આત્મા, પોતાની નિર્વિકલ્પ
જ્ઞાનપરિણતિ સિવાય બીજી કોઈ રીતે જાણવામાં આવે નહીં; રાગ પરિણતિને આધીન
તે કદી થાય નહીં.