: ૩ર : આત્મધર્મ : ફાગણ : ર૪૯૯
સત્પુરુષો ભેદજ્ઞાન વડે આનંદનું વેદન કરો
(સંવર–અધિકાર પ્રવચનોમાંથી)
ભેદજ્ઞાનનું કોઈ અચિંત્ય અપાર સામર્થ્ય છે. ચૈતન્યના
આનંદરસમાં તરબોળ થતું ભેદજ્ઞાન પ્રગટે છે, તે જ્ઞાનધારામાં પરમ
શાંતરસનું વેદન છે... વીતરાગ–રસના અખંડ વહેણ તેમાં વહે છે. અરે
જીવ! એકવાર કોઈપણ રીતે, પરમ પરાક્રમ કરીને આત્માને શુદ્ધપણે
અનુભવમાં લઈને આવી અપૂર્વ જ્ઞાનધારા પ્રગટાવ. પરમ પુરુષાર્થ વડે
અંદર ઊતરીને રાગ સાથે એકતાની અજ્ઞાનધારાને તોડ અને જ્ઞાનધારા
વડે ચૈતન્યની શુદ્ધતારૂપ આનંદનું વેદન કર...
ચૈતન્યભાવરૂપ આત્મા અને ચૈતન્યભાવરહિત રાગાદિ–એ બંનેની અત્યંત
ભિન્નતા જાણીને, ભેદજ્ઞાન વડે અંતર્મુખ પરિણતિ કરીને, જેણે દારુણ–પરાક્રમ વડે
પોતાના ઉપયોગને રાગથી અત્યંત જુદો અનુભવ્યો છે તે સત્પુરુષો નિર્મળ
ભેદજ્ઞાનજ્યોતિ વડે અત્યંત આનંદિત થાય છે. અજ્ઞાનમાં રાગ અને ઉપયોગ એકમેક
લાગતા હતા, પણ ખરેખર તેઓ એક ન હતા, લક્ષણભેદથી તદ્ન જુદા હતા; તે જુદાપણું
ઓળખીને ધર્મી જીવે ભેદજ્ઞાન પ્રગટ કર્યું. તે જાણે છે કે મારી અંદર ઉપયોગસ્વરૂપે જે
અનુભવાય છે તે જ હું છું; ઉપયોગથી ભિન્ન રાગાદિ જે કોઈ ભાવો છે તે અચેતન છે, તે
હું નથી. –આમ બંનેને સર્વથા ભિન્ન અનુભવે છે.
અહો, ચૈતન્યનો આનંદરસ! તેમાં રાગનો રસ કેમ સમાય? ચૈતન્યરસ તો પરમ
શાંત છે; ને રાગ તો અશાંતિ છે, –ભલે રાગ શુભ હો, પણ રાગમાં તો અશાંતિ જ છે.
ધર્મી જીવને તે રાગાદિ વખતે અંદર સમ્યક્ત્વાદિને લીધે આત્માની શાંતિનું વેદન વર્તતું
હોય છે; પરંતુ તેનેય જે રાગ છે તે તો અશાંતિ જ છે, તે કાંઈ શાંતિ નથી, કે તે શાંતિનું
કારણ પણ નથી. રાગમાં આનંદ નથી; રાગથી અત્યંત ભિન્ન ચૈતન્યના વેદનમાં શાંતિ
છે–આનંદ છે, હે સત્પુરુષો! ભેદજ્ઞાન વડે તમે આત્માના આનંદને અનુભવો. જ્યાં રાગ
વગરના શુદ્ધ ઉપયોગને અનુભવમાં લીધો ત્યાં મહાન આનંદ થાય છે... ઉપયોગ પોતે
પોતામાં થંભીને એવો ઠરી જાય છે કે અનંત