તેમ સમ્યગ્દ્રષ્ટિ–ભેદજ્ઞાની જીવનો આત્મા જે શાંતરસરૂપ પરિણમી ગયો છે તે શાંત
જ્ઞાનમયભાવ કદી રાગરૂપ થતો નથી. રાગ તેમાં પ્રવેશતો નથી; રાગથી જુદેજુદું જ જ્ઞાન
વર્તે છે. અરે, ચૈતન્યતત્ત્વ પોતે જ પરમ શાંતિ અને જ્ઞાનભાવરૂપ થયું, તેમાં હવે
જગતની પ્રતિકૂળતા કેવી? ગમે તેવા ઘોર કર્મોદય વખતે પણ તે જ્ઞાન શુદ્ધ–જ્ઞાનપણે જ
વર્તે છે, અંતરમાં પોતાની શાંતિના વેદનથી તે છૂટતું નથી. એ જ્ઞાન ખાલી નથી પણ
પરમ શાંતિથી ભરેલું છે, આનંદથી ભરેલું છે, અનંતગુણના વીતરાગીરસથી ભરેલું છે.
પરભાવોથી જુદું અલિપ્ત જ રહે છે. ભેદજ્ઞાનનું કોઈ અદ્ભુત અચિંત્ય વીતરાગી જોર છે
કે જેના બળે જ્ઞાન અને રાગ જુદા ને જુદા જ રહે છે; જ્ઞાન પોતાના સ્વરૂપથી જરાપણ
ચ્યુત થતું નથી, આનંદથી છૂટતું નથી ને રાગ–દ્વેષરૂપ થતું નથી.
આત્મા આત્મારૂપે થયો પછી તેમાં વિભાવ કે અશાંતિ કેવા? ને બહારની પ્રતિકૂળતા
તેમાં કેવી? જ્ઞાનમાં તો પરમ શાંતિ છે. અરે, આટલી પ્રતિકૂળતાની શી વાત! આનાથી
અનંતગણી પ્રતિકૂળતા આવી પડે તોપણ મને શું? હું તો જ્ઞાનમય છું. જ્ઞાનમાં
પ્રતિકૂળતાનો પ્રવેશ છે જ ક્યાં? હું ચૈતન્ય–વીર, મારો અફરમાર્ગ, તેમાં સંયોગની
પ્રતિકૂળતા મને ડગાવી શકે નહીં, કે ડરાવી શકે નહીં. મારો ચૈતન્યભાવ રાગથી જુદો
પડ્યો તે ફરીને કદી રાગાદિ સાથે એક થાય નહીં, વાઘ ને સિંહ આવીને શરીરને ખાય
તો ભલે ખાય, મારા અતીન્દ્રિય જ્ઞાનને તો કોઈ ખાઈ શકે નહીં, હણી શકે નહીં;
કદાચિત્ રાગ–દ્વેષની વૃત્તિઓ થાય તો તે વૃત્તિઓથી પણ મારું જ્ઞાન કદી અજ્ઞાનરૂપ ન
થાય; જ્ઞાન તે રાગાદિની વૃત્તિરૂપ થતું નથી; જ્ઞાન તો જ્ઞાનરૂપ જ, રાગાદિથી અત્યંત
જુદું, પરમ શાંતિસ્વભાવપણે જ રહે છે. અરે, ચૈતન્યની અનુભૂતિમાં ધર્મીને જે શાંતિ
થઈ તે શાંતિ કોઈ સંયોગમાં છૂટે નહિ, રાગ પણ તે શાંતિને હણી શકે નહીં. રાગ પોતે
અશાંતિ છે, પણ ચૈતન્યની જે શાંતિ સાધકને પ્રગટી છે તેમાં તે અશાંતિનો પ્રવેશ નથી.
ચૈતન્યના આશ્રયે જે શાંતિ તેને પ્રગટી