પુરુષાર્થથી અનુભવે છે તેઓને અંદરમાં આનંદરસની ધારા વહે છે. બહારમાં મોટો
નાગ હોય, ને અંદર એનો આત્મા આનંદમય ચૈતન્યના અતીન્દ્રિય અમૃતરસને
અનુભવતો હોય. આ તો ‘જે મારે તેની તલવાર’ જેવું છે, એટલે આનંદ તો બધા
આત્માના સ્વભાવમાં ભર્યો છે પણ જે પુરુષાર્થ કરીને (ભેદજ્ઞાનરૂપી તલવારના
પ્રહાર વડે જ્ઞાન અને રાગને જુદા કરીને) અંદરમાં ઊતરે એને અંદર આત્માના
મહા આનંદનો અનુભવ થાય છે.–ભલે સિંહ હોય કે નાગ હોય, બાળક હોય કે મોટો
રાજા હોય,–જે જાગે તે આત્માના અનુભવનું કામ કરી લ્યે છે ને મહાન આનંદની
ધારા અનુભવે છે. સમ્યગ્દર્શન થયું ત્યારથી મોક્ષ થતાં સુધી એવી અછિન્ન ધારાએ
આત્માને અનુભવમાં લેવો કે વચ્ચે કદી તેમાં ભંગ ન પડે, સમ્યગ્જ્ઞાની ધારા ન તૂટે
નિર્વિકલ્પદશા હો કે સવિકલ્પદશા હો,–ધર્મીની જ્ઞાનધારા તૂટતી નથી; અચ્છિન્ન
જ્ઞાનધારાથી વિકલ્પોને તોડીને ધર્મીજીવ કેવળજ્ઞાનને સાધે છે. સાતમા ગુણસ્થાન
પછી તો શુદ્ધોપયોગની અચ્છિન્ન ધારાવડે અંતર્મુહૂર્ત માં જીવ કેવળજ્ઞાન પામે છે.
વીતરાગતા ઝળકે છે. એક વર્ષ સુધી અડોલપણે ઊભાઊભા શુદ્ધ ચૈતન્યને ધ્યાવી–
ધ્યાવીને અચ્છિન્નધારાએ અંતે કેવળજ્ઞાન લીધું. આત્માની સાધનાનો એ અજોડ નમૂનો
છે, આશ્ચર્યકારી છે. શ્રવણબેલગોલમાં એ બાહુબલીભગવાનની ભવ્યમૂર્તિ દેખીને પં.
જવાહરલાલ નહેરુ જેવા પણ આશ્ચર્ય પામી ગયા હતા. (શ્રીમતી ઈન્દિરાબેન ગાંધી પણ
તે વખતે તેમની સાથે હતા.) અરે, ચૈતન્યની સાધનામાં કેવી અદ્ભુત શાંતિ છે! તેની
જગતને ખબર નથી.