: ૪૬ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૯
ચૈતન્યપદને તું સંભાળ! તું અનાદિ અજ્ઞાનથી પરપદમાં સૂતો... નિજપદને ભૂલીને અંધ
થયો.... હે જીવ! હવે તો તું જાગ! ભેદજ્ઞાનચક્ષુ ખોલીને તારા અંતરમાં સુખધામને
દેખ! તારું પદ કેવું સુંદર છે!
શુદ્ધ–બુદ્ધ–ચૈતન્યધન સ્વયં જ્યોતિ સુખધામ;
બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ.
અહા, અનંતસુખનું ધામ એવું ચૈતન્યપદ, તે સંતો દિન–રાત પોતાના અંતરમાં
ધ્યાવીને અપૂર્વ આનંદને અનુભવે છે. ભગવાન! તું પણ આવા તારા સુખધામમાં
આવ. રાગના વેદનથી અનંતકાળ તું સંસારમાં રખડ્યો, હવે ત્યાંથી પાછો વળ......ને
આ તરફ આવ. તારું ચૈતન્યપદ મહા આનંદમય છે તેને તારા અંતરમાં તું દેખ. જાગ!
અત્યારે આ જાગવાનો અવસર છે, નિજપદના આનંદને સાધવાનો આ અવસર છે.
આ સંસારના દુઃખના વેદનથી તારે છૂટવું હોય ને ચૈતન્યની પરમ વીતરાગી
શાંતિનું વેદન કરવું હોય તો, અમે રાગથી ભિન્ન તારું સ્વપદ તને બતાવીને છીએ. તે
ચૈતન્યમય સ્વપદને તું અંતરમાં દેખ.....પરભાવથી પાછો વળીને આ સ્વભાવ તરફ
આવ.
વાહ રે વાહ! વીતરાગી સંતો જગતના જીવોને મોક્ષના માર્ગમાં બોલાવે છે આ
તરફ આવો.....આ તરફ આવો! અંતરનું આનંદમય શુદ્ધ ચૈતન્યપદ દેખાડીને કહે છે કે
વાહ! આ તમારું સ્થિર ચૈતન્યપદ મહા આનંદસહિત શોભી રહ્યું છે–તે નિજપદમાં તમે
આવો તેને જ તમે અનુભવો; ને રાગાદિને પરપદ જાણીને તેનો અનુભવ છોડો.
સ્વપદમાં આવતાં તમને કોઈ અદ્ભુત–અપૂર્વ આનંદ થશે.
પ્રભુ! તું આનંદનો ભંડાર; તારી પર્યાયમાં પણ આનંદ જ શોભે, તારી પર્યાયમાં
રાગ નથી શોભતો. રાગ તો અશુદ્ધ છે, તું તો શુદ્ધ ચૈતન્યમય છો; તારું કાર્ય પણ શુદ્ધ જ
હોય, રાગાદિ અશુદ્ધતા તે ખરેખર તારું કાર્ય નથી. ચૈતન્યનું કાર્ય તો ચૈતન્યભાવરૂપ જ
હોય, અચેતનરૂપ (રાગરૂપ) તેનું કાર્ય ન હોય. દ્રવ્યથી ને પર્યાયથી સર્વ પ્રકારે શુદ્ધ
ચૈતન્યરસમય તારું નિજપદ છે. અનંતાનંત ગુણની શાંતિનો વૈભવ તારામાં ભર્યો છે.
આવા નિજવૈભવથી ભરપૂર નિજપદને દેખીને તું આનંદિત થા. આમ સંતો આનંદના
ધામમાં બોલાવે છે.
વાહ રે વાહ! કેવું અદ્ભુત સુંદર છે મારું આ આનંદધામ!
આનંદધામ બતાવીને સંતોએ મહાન ઉપકાર કર્યો છે.