Atmadharma magazine - Ank 354
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 50 of 53

background image
: ચૈત્ર : ૨૪૯૯ આત્મધર્મ : ૪૭ :
આત્મા......આત્મા.....આત્મા.....રે................
અહો! અદ્ભુત ચિદાનંદ આત્મા.........
જેને દેખતાં થઈશ પરમાત્મા રે.....
અહો, અદ્ભુત ચિદાનંદ આત્મા.....
ભૂલ મા ભૂલ મા ભૂલ મારે રે
તારી ચિદાનંદ વસ્તુને ભૂલ મા!
પરને પોતાની માન મા રે
અહો, અદ્ભુત ચિદાનંદ આત્મા!.....આત્મા
તારામાં શાંત થા..... ધર્માત્મા જીવ થા!
સ્વરૂપ બહાર તું ભમ મા રે....
તારી ચિદાનંદ વસ્તુને ભૂલ મા.....ભૂલ મા

સમ્યગ્દ્રષ્ટિ થા... ભ્રમ મટાડી,
આનંદ સ્વરૂપે તું લીન થા રે.....
અહો! અદ્ભુત ચિદાનંદ આત્મા!......આત્મા
આનંદનો દરિયો જ્ઞાનસ્વરૂપી
ઉછળે એમાં તું મગ્ન થા રે.....
તારી ચિદાનંદ વસ્તુને ભૂલ મા..... ભૂલ મા
આવી ગયો છે અવસર રૂડો
શાંતસ્વરૂપે તું સ્થિર થા રે.....
અહો! અદ્ભુત ચિદાનંદ આત્મા! ..... આત્મા
(સમયસાર પ્રવચનો પૃષ્ઠ ૧૭પ ઉપરથી)