Atmadharma magazine - Ank 354
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 51 of 53

background image
: ૪૮ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૯
પહોળો રસ્તો (સુંદર માર્ગ)
બે મિત્રો વાત કરતા હતા –
એક અમેરિકન કહે–અમારે ત્યાં શહેરના રસ્તા એટલા પહોળા છે કે પૂર ઝડપે
એક સાથે ચાર મોટર જાય ને ચાર મોટર આવે.
જૈન કહે–ભાઈ, અમારો મોક્ષપૂરીનો રસ્તો તો એટલો પહોળો છે કે તેમાં
અસાધારણ ઝડપે (મોટર કરતાંય અસંખ્યાતગણી ઝડપે) એકસો આઠ જીવો એકસાથે
ગમન કરી શકે. અમેરિકામાં તો મોટરના ઘણાય અકસ્માત થતા હશે, પણ અમારી આ
અમરપુરીના માર્ગમાં કદી કોઈને અકસ્માત થતો નથી. હા, એટલું ખરું કે આ માર્ગ
માત્ર ‘વનવે’ છે, તે માર્ગે મોક્ષમાં જવાય છે ખરું, પણ પાછા અવાતું નથી. ખરેખર,
આવો માર્ગ તે જ સુંદર માર્ગ છે.
* * * * *
આત્મધર્મ માસીક– પત્રના સ્વામીત્વ વગેરે સંબંધી જાહેરાત.
પ્રકાશન સ્થળ– દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)
પ્રકાશન તિથિ– દરેક અંગ્રેજી માસની દસમી તારીખ
પ્રકાશક–
શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ (સૌ.)
મુદ્રક– મનગલાલ જૈન, અજિત મુદ્રણાલય સોનગઢ (સૌ.)
તંત્રી– શ્રી પુરુષોતમદાસ શિવલાલ કામદાર
રાષ્ટ્રીયતા– ભારતીય
સ્વાધિકાર–
દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર, ટ્રસ્ટ સોનગઢ (સૌ.)
હું જાહેર કરું છું કે ઉપરોકત માહિતી મારી જાણ અને વિશ્વાસમુજબ બરાબર છે.
તા. ૨૦–૪–૭૩ વ્યવસ્થાપક: શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ
* * * * *
* વૈરાગ્ય સમાચાર––રાજકોટના શ્રી જયાલક્ષ્મીબેન (તેઓ ભાઈશ્રી
આનંદલાલ નાનાલાલ જસાણીના ધર્મપત્ની ઉ. વ. પ૩) તા. ૩–૩–૭૩ના રોજ મુંબઈ
મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. તેઓએ રાજકોટ તેમ જ સોનગઢમાં ઘણો વખત ગુરુદેવના
સત્સંગનો લાભ લીધો હતો વીતરાગી દેવગુરુના શરણે તેઓ આત્મહિત પામો.