Atmadharma magazine - Ank 354
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 52 of 53

background image
સમાચાર (ટાઈટલ પાનું ૨ થી ચાલુ)
લખનૌથી ગૌહાત્તી માટે બે સીધી ગાડી મળે છે. અથવા મુંબઈથી (વાયા નાગપુર)
હાવરા મેઈલમાં કલકત્તા જઈને ત્યાંથી ગૌહાતી માટે ‘કામરૂપ એકસપ્રસ’ મળે છે.
(કલકત્તાથી બોઇંગપ્લેન ૪પ મિનિટમાં ગૌહાતી પહોંચે છે. એક સવારે છ વાગ્યે અને
બીજું બપોરે ૩ વાગે ઉપડે છે. ગુજરાતથી જવા માટે વીરમગામ–હાવરાનો ડબ્બો લાગે છે
તેમાં કલકત્તા થઈને ઉપરના રસ્તે ગૌહાત્તી જવાય છે. (આ રસ્તે વચ્ચે દિલ્હી આવતું
નથી.) અમદાવાદથી દિલ્હીની સીધી ટે્રઈનો મળે છે, અને દિલ્હીથી આસામમેલ સવારમાં
ઉપડે છે, તે (વચ્ચે બરૌની સ્ટેશને બદલીને) ૪૬ કલાકમાં ગૌહાતી પહોંચાડે છે.
ગૌહાતીનું સરનામું–
ફોન નં. ૩૨૨૧ તથા પ૫૦૧, પપ૨૩ શ્રી દિં. જૈન મુમુક્ષુમંડળ
ટેલીગ્રામ: –
SUINIEL GAUHATI C/o. एयर आसाम, ફેન્સી બજાર,
ગાહાતી (આસામ)
પૂ. ગુરુદેવ ગૌહાતીથી તા. ૮ મંગળવારના રોજ પ્રસ્થાન કરીને કલકત્તા થઈ
મુંબઈ પધારશે અને ત્યાં રવિવાર તા. ૧૩ May સુધી બિરાજશે. મુંબઈમાં વૈશાખ સુદમાં
દાદર–ઘાટકોપર અને મલાડના જિનમંદિરોની વાર્ષિક તિથિઓ છે. ત્યારબાદ તા. ૧૪
May સોમવારના રોજ મુંબઈથી ભાવનગર થઈ સોનગઢ પધારશે.
ગતમાસમાં ફાગણ વદ ત્રીજે ઘાટકોપર (સર્વોદય ઈસ્પિતાલ) માં સ્થાપિત
આદિનાથભગવાનની પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ગુરુદેવ મુંબઈ પધાર્યા હતા, ને
ચાર દિવસ ત્યાં હજારો મુમુક્ષુઓએ ગુરુવેદવના પ્રવચનનો લાભ લીધો હતો. તે
દરમિયાન દાદર–ઘાટકોપર–મલાડ તથા મુંબઈના જિનાલયોના દર્શન કરવા ગયા હતા,
તેમજ બોરીવલીમાં બિરાજમાન ભગવાન ઋષભદેવ–ભરત–બાહુબલિ ત્રિમૂર્તિ–
ભગવંતોની ભવ્ય પ્રતિમાઓના દર્શન–ભક્તિના કાર્યક્રમમાં પણ હજારો ભક્તોએ
ઉત્સાહથી ભાગ લીધો હતો, તથા ત્યાંની સંસ્થામાં પાંચ હજાર રૂપિયાનું ફંડ નોંધાવ્યું
હતું. ત્રિમૂર્તિના દર્શનથી સૌએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
મુંબઈથી ગુરુદેવ બેંગલોર શહેર પધાર્યા હતા, અને ત્યાં ફાગણ વદ ૭ (તા.
૨૪–૩–૭૩)ના રોજ જિનમંદિર સમવસરણમંદિર તથા સ્વાધ્યાયમંદિરના શિલાન્યાસની
વિધિ ગુરુદેવની મંગલ છાયામાં વિદ્વાન ભાઈશ્રી લાલચંદભાઈ મોદીના સુહસ્તે થઈ
હતી. આ પ્રસંગે શેઠશ્રી જુગરાજ્જી તથા શેઠશ્રી ભભૂતમલજીએ ઉત્સાહ બતાવ્યો હતો;
ને બેંગલોરના હજારો જિજ્ઞાસુઓએ લાભ લીધો હતો, બેંગલોરથી પૂ. ગુરુદેવ મુંબઈ
પધાર્યા હતા અને ત્યાંથી તા. ૨૬મી માર્ચે સોનગઢ પધાર્યા હતા.