Atmadharma magazine - Ank 355
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 36 of 69

background image
: વૈશાખ : ૨૪૯૯ આત્મધર્મ : ૨૫ :
હે સભાસદો! તમે સાચા દાન વગેરેનું લક્ષણ સાંભળો. દાન દેવા યોગ્ય પાત્ર
કેવા હોય, દાન કઈ વસ્તુનું દેવાય, અને દાતા તથા વિધિ કેવા હોય, તથા તેનું ફળ કેવું
હોય? તે બધું હું કહુું છું. પોતાના તેમજ પરના અનુગ્રહ માટે કે ઉપકાર માટે જે યોગ્ય
વસ્તુ દેવામાં આવે તેનું નામ દાન છે. તેમાં દાન દેનારને પોતાને વિશેષ પુણ્ય થાય છે
ને તેનાથી ભોગભૂમિ કે સ્વર્ગપદની પ્રાપ્તિ થાય છે; અને દાન લેનારને ધર્મધ્યાન
વગેરેમાં સ્થિરતા થાય છે;–તે રીતે દાનમાં સ્વ–પરનો ઉપકાર છે. માંસનું દાન દેનારને
દેવામાં કે લેનારને કોઈને ઉપકાર થતો નથી,–બંનેને પાપ થાય છે. માટે માંસ દેવું તેને
દાન કહી શકાય નહીં. અને સજ્જનપુરુષો દાનના નામે એવું પાપ કરતા નથી.
જેનાથી શ્રદ્ધા–જ્ઞાન–નિર્લોભતા વગેરે ગુણોની પુષ્ટિ થાય, ધર્મપ્રભાવના થાય,
કોઈ જીવને દુઃખ ન થાય, એવી નિર્દોષ વસ્તુ આહાર–શાસ્ત્ર વગેરે દાનમાં દેવાયોગ્ય છે.
રત્નત્રયને સાધનારા ઉત્તમ ધર્માત્મા પુરુષો તે દાન માટે ઉત્તમ પાત્ર છે. અહો!
ભક્તિપૂર્વક એવા સત્પાત્રને દાન દેતાં પોતાને પણ રત્નત્રયધર્મની ભાવના પુષ્ટ થાય
છે–તે મહાન લાભ છે. કોઈ પાત્ર જીવના શરીરમાં રોગાદિ વ્યાધિ થયો હોય ને તેને દૂર
કરવા માટે ઔષધિદાન આપે–તો તે ઔષધિ પણ ઇંડા–માંસ વગેરે અભક્ષ્ય વસ્તુઓથી
રહિત હોવી જોઈએ જેમાં અભક્ષ્ય હોય એવી ઔષધિ દાનમાં દેવાય નહિ કે પોતે પણ
તેનું સેવન કરાય નહીં. દાન દેનાર પણ સદાચારી, જિનભક્ત, શ્રદ્ધાવંત અને વ્રતી હોય
તે ઉત્તમ દાતા છે. દાન એવી વિધિથી દેવું જોઈએ કે જે ગુણને વધારનાર હોય અને
કોઈને પીડા ઉપજાવનાર ન હોય. દાન દેનારને સર્વ જીવો પ્રત્યે દયાભાવ હોય.
[અહા, મેઘરથકુમારના શ્રીમુખથી અહિંસામય દાનધર્મની અત્યંત શાંતરસઝરતી
આ વાત સૌ સાંભળી રહ્યા છે; સાંભળીને દેવ આશ્ચર્ય પામે છે; ગીધ પોતાની ભૂખને
ભૂલી ગયું છે; કબુતરનો ભય દૂર થઈ ગયો છે. બધા એકીટસે મેઘરથની વાત સાંભળી
રહ્યા છે–
]
મેઘરથ કહે છે–અહો, મોક્ષને સાધનારા મુનિવરો આ જગતમાં ધન્ય છે,–તેઓ
જ ઉત્તમ પાત્ર છે; તેઓ સર્વ પરિગ્રહથી રહિત છે, રત્નત્રયથી વિભૂષિત છે, સર્વ જીવોનું
હિત કરનારા છે, લોભથી રહિત છે, વીતરાગી જ્ઞાન–ધ્યાનમાં સદાય તત્પર છે,
સંસારથી તરનારા છે, ને ભવ્યજીવોને મોક્ષમાર્ગ દેખાડીને પરમ ઉપકાર કરનારા છે,
કોઈ ધનભાગ્યથી આવા મુનિરાજ આંગણે પધારે ને તેમને નવધાભક્તિસહિત નિર્દોષ
આહારાદિનું દાન દઈએ–તે ઉત્તમ દાન છે, તે ધન્ય અવસર છે. અરે, આવા પાત્રદાનને