આવી જાય છે, પરંતુ તે વખતેય ધમી પોતાના અકંપ પરમ જ્ઞાનસ્વભાવમાં જ
સ્થિત છે, જ્ઞાનસ્વભાવથી છૂટીને તેની જ્ઞાનપર્યાય રાગમાં તન્મય થઈ નથી;
ચૈતન્યનાસ્વભાવની શાંતિને જે વેદી રહ્યો છે તેને રાગનું કર્તૃત્વ કેમ હોય?
શાંતિના બરફમાં અગ્નિનો કણ કેમ હોય? જેમ પાપના ઉદયથી રોગાદિ
પ્રતિકૂળતા આવી પડે તેને જગતના જીવો સારી માનતા નથી, તેમ ચૈતન્યની
શાંતિના વેદનમાં વર્તતા ધર્માત્માને વચ્ચે શુભાશુભ રાગ કે હર્ષ–શોક આવી પડે
તે વેદના જેવા છે, પોતાની શાંત–ચેતનાને ધર્મી તે વેદનારૂપે કરતા નથી, માટે
ધર્મીની શાંતચેતનામાં તે કોઈ રાગાદિનું કર્તાપણું કે હર્ષાદિનું ભોક્તાપણું જરાય
નથી. સમ્યગ્દર્શનાદિ અનંતગુણોમાં જે નિર્મળભાવ પ્રગટ્યા છે તે તો રાગથી
છૂટા મુક્ત જ છે; મુક્તિના સુખનો નમુનો તેને વેદનમાં વર્તે જ છે. અરે, આવા
ધર્માત્માને જે રાગાદિના કર્તાપણે દેખે છે – તેને ધર્માત્માનું માપ કરતાં આવડતું
નથી.
આપણે શું કરીએ છીએ તે દુનિયામાં બીજા જાણે કે ન જાણે.–તે કાંઈ દુનિયાને
દેખાડવાનું કામ નથી; આપણે તો આપણા આત્મા માટે અંદરનું કામ કરીએ
છીએ.–આમ ધર્માત્મા જગતની અપેક્ષા છોડીને અંદર પોતે પોતાની
જ્ઞાનચેતનાના આનંદને વેદે છે. બીજા ભલે તેને ઓળખે કે ન ઓળખે, પૂજે કે
નિંદા કરે–તેથી કાંઈ પોતે પોતાના આત્માની શાંતિથી છૂટતો નથી. બીજાની વાત
છોડીને, શૂરવીર થઈને પોતે પોતાના હિતને માર્ગે હાલ્યો જાય છે. અહો, આ તો
ભગવાન થવાનો માર્ગ છે, તીર્થંકરોનો માર્ગ છે.
મારગ, એ તે કાંઈ રાગવડે સધાતા હશે? રાગથી લાભ માનવો એ તો કાયર
જીવોનું કામ છે....ધર્મી તો ભેદજ્ઞાનની શૂરવીરતા વડે બધાય રાગને જ્ઞાનથી
અત્યંત ભિન્ન કરીને, શુદ્ધઉપયોગભાવરૂપે જ પોતાને અનુભવે છે,– આવી
શૂરવીરતા તે હરિનો માર્ગ છે એટલે તે જ મોક્ષનો માર્ગ છે.
રાગથી છૂટો પડીને શુદ્ધ ચિદાનંદ સ્વભાવપણે પોતે પોતાને પ્રગટ અનુભૂતિમાં